કાલાવડ​​​​​​​ : રણુજા લોકમેળામાં વહીવટી મંજૂરી વિના ધમધમતી રાઈડ્સ તંત્રએ બંધ કરાવી: ૭ પ્લોટ સામે કડક કાર્યવાહી

  • September 22, 2026 04:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડ​​​​​​​ : રણુજા લોકમેળામાં વહીવટી મંજૂરી વિના ધમધમતી રાઈડ્સ તંત્રએ બંધ કરાવી: ૭ પ્લોટ સામે કડક કાર્યવાહી


કાલાવડ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ રણુજા ખાતે ભાદરવા સુદ નોમના પાવન અવસરે યોજાયેલા લોકમેળામાં વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. મેળાના યાંત્રિક વિભાગમાં સત્તાવાર મંજૂરી પ્રક્રિયા પૂર્ણ થાય તે પૂર્વે જ શરૂ કરી દેવાયેલી રાઈડ્સ સામે તંત્રએ તાત્કાલિક પગલાં ભરીને તેને બંધ કરાવી દીધી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મેળાના યાંત્રિક વિભાગમાં આવેલા પ્લોટ નંબર ૨, ૩, ૪, ૧૧, ૧૨, ૧૫ અને ૧૮ના સંચાલકોએ નિયત વહીવટી પરવાનગી મેળવ્યા વિના જ રાઈડ્સ શરૂ કરી દીધી હતી. આ બાબત તંત્રના ધ્યાને આવતાં જ જવાબદાર અધિકારીઓનો કાફલો તાબડતોબ સ્થળ પર પહોંચ્યો હતો અને નિયમોનું ઉલ્લંઘન કરનારા તમામ સાત પ્લોટની રાઈડ્સ તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધી હતી.
​​​​​​​
રણુજા લોકમેળામાં ભક્તિભાવપૂર્વક દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓની ભારે ભીડ ઉમટી રહી છે, ત્યારે લોકોની જાનમાલની સુરક્ષા સર્વોપરી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે રાઈડ્સની મંજૂરી, ફિટનેસ સર્ટીફિકેટ અને સલામતીના તમામ ધોરણોની ચકાસણી પૂર્ણ થયા બાદ જ તેને સંચાલનની છૂટ આપવામાં આવશે. આ ઘટના બાદ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી મેળા પરિસરમાં યાંત્રિક વિભાગ પર તંત્ર દ્વારા દેખરેખ અને મોનિટરિંગ વધુ સઘન બનાવી દેવામાં આવ્યંા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News