ઓટોમેટિક સિગ્નલિંગ કાર્યના કારણે ઓખા–શકૂર બસ્તી અને શકૂર બસ્તી–ઓખા સ્પેશિયલ ટ્રેનોના રૂટમાં ફેરફાર

  • August 21, 2026 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​ઓટોમેટિક સિગ્નલિંગ કાર્યના કારણે ઓખા–શકૂર બસ્તી અને શકૂર બસ્તી–ઓખા સ્પેશિયલ ટ્રેનોના રૂટમાં ફેરફાર

​દિલ્હી સરાઈ રોહિલ્લા–રેવાડી રેલવે સેક્શન પર દિલ્હી સરાઈ રોહિલ્લા, પટેલ નગર, દિલ્હી કેન્ટ અને પાલમ સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ કાર્યરત (કમિશનિંગ) કરવાના કામ માટે 6 કલાકનો ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝન સંબંધિત નીચે મુજબની ટ્રેનોનું સંચાલન નિયમિત રૂટના બદલે ડાયવર્ટ કરેલા રૂટ પરથી કરવામાં આવશે અને કેટલાક સ્ટેશનો પર તેનો સ્ટોપેજ  રહેશે નહીં.

1) ટ્રેન નંબર 09523 ઓખા–શકૂર બસ્તી સ્પેશિયલ:
​તારીખ 06 ઓક્ટોબર 2026 ના રોજ ચાલનારી ટ્રેન નંબર 09523 ઓખા–શકૂર બસ્તી સ્પેશિયલ પોતાના નિર્ધારિત રૂટ રેવાડી–દિલ્હી કેન્ટ–પટેલ નગર–શકૂર બસ્તીના બદલે રેવાડી–ભિવાની–રોહતક–શકૂર બસ્તીના પરિવર્તિત રૂટથી ચાલશે.

પરિવર્તિત રૂટ પર સંચાલનના કારણે આ ટ્રેનનો ગુરુગ્રામ સ્ટેશન પર સ્ટોપેજ રહેશે નહીં.

​2) ટ્રેન નંબર 09524 શકૂર બસ્તી–ઓખા સ્પેશિયલ:
​તારીખ 07 ઓક્ટોબર 2026 ના રોજ ચાલનારી ટ્રેન નંબર 09524 શકૂર બસ્તી–ઓખા સ્પેશિયલ પોતાના નિર્ધારિત રૂટ શકૂર બસ્તી–પટેલ નગર–દિલ્હી કેન્ટ–રેવાડીના બદલે શકૂર બસ્તી–રોહતક–ભિવાની–રેવાડીના પરિવર્તિત રૂટથી ચાલશે.

​પરિવર્તિત રૂટ પર સંચાલનના કારણે આ ટ્રેનનો દિલ્હી કેન્ટ અને ગુરુગ્રામ સ્ટેશનો પર સ્ટોપેજ રહેશે નહીં.
​રેલ મુસાફરોને વિનંતી છે કે તેઓ સંચાલનમાં થયેલા ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રાનું આયોજન કરે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application