૨૩ સપ્ટેમ્બર આયુર્વેદ દિવસ : જામનગરની વૈશ્ર્વિક ઓળખમાં આયુર્વેદ મહત્વનું પરિબળ
૧૧મા આયુર્વેદ દિવસ નિમિત્તે ઇટ્રા દ્વારા વ્યાપક જનજાગૃતિ, આરોગ્ય સેવા અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ યોજાઇ
૧૧મા આયુર્વેદ દિવસના ઉપક્રમે આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ, જામનગર (ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેસનલ ઇમ્પોર્ટનસ ધરાવતી) દ્વારા છેલ્લા એક મહિનાથી આયુર્વેદ, સ્વસ્થ જીવનશૈલી, પોષણ, આરોગ્ય જાગૃતિ, સંશોધન અને વૈજ્ઞાનિક સંવાદને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ ૪૮થી વધું પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઠ હજારથી વધું લોકોને પ્રત્યક્ષ-પરોક્ષ રીતે જોડી આયુર્વેદનો વ્યાપ વધારવાના અભિગમ સાથે કાર્યોની શ્રેણી કરવામાં આવી હતી.
આ તમામ પ્રવૃત્તિઓનું આયોજન માનનીય આયુષ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) પ્રતાપરાવ જાધવ તથા આયુષ મંત્રાલયના સચિવ પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચાના માર્ગદર્શન હેઠળ ઇટ્રા સંસ્થાના નિયામક પ્રો. ડો. તનુજા નેસરીના અથાગ પ્રયાસોથી કરવામાં આવી રહ્યું હતું. આ પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ આયુર્વેદની વૈજ્ઞાનિક, સર્વગ્રાહી અને નિવારક આરોગ્ય દૃષ્ટિને સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચાડવાનો રહ્યો હતો.
ઇટ્રા દ્વારા આયોજિત કાર્યક્રમોમાં આરોગ્ય તપાસ શિબિરો, આરોગ્ય જાગૃતિ વ્યાખ્યાનો, પોષણ જાગૃતિ કાર્યક્રમો, પૌષ્ટિક બિસ્કિટનું વિતરણ, વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય સેવાઓ, બાળાઓ માટે તબીબી શિબિરો, શાળાઓ તથા આંગણવાડીઓમાં આરોગ્ય કાર્યક્રમો, ઔષધીય છોડનું વાવેતર અને સંરક્ષણ, વૈજ્ઞાનિક તાલીમ, સંશોધન પ્રસ્તુતિઓ તથા કાર્યશાળાઓ મુખ્ય રહ્યા છે.
વિવિધ આયોજિત પ્રવૃત્તિઓમાં શાળાઓ, આંગણવાડીઓ, વૃદ્ધાશ્રમો, બાલિકા ગૃહો, ઔદ્યોગિક વિસ્તારો તેમજ વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓને આવરી લેવામાં આવી છે. જામનગરમાં કાર્યરત વિવિધ શાળાઓ, આંગણવાડીઓ તથા અન્ય સંસ્થાઓમાં આરોગ્ય અને પોષણ સંબંધિત કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
શ્રી એમ. પી. શાહ વૃદ્ધાશ્રમ ખાતે વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય જાગૃતિ વ્યાખ્યાન, આરોગ્ય તપાસ, પેમ્ફલેટ તથા જિરિયાટ્રિક હેલ્થ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, જામનગર ખાતે તબીબી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આઠ હજારથી વધું લાભાર્થીઓની ભાગીદારી નોંધાઈ છે. આ ઉપરાંત ૭ થી ૨૨ સપ્ટેમ્બર દરમિયાન વિવિધ સેના, વાયુસેના, નૌકાદળ, ઇટ્રા, શૈક્ષણિક સંસ્થાઓ, મહિલા સંસ્થાઓ તથા ઔદ્યોગિક એકમોમાં યોજાયેલા જાગૃતિ કાર્યક્રમો તેમજ ૧૧ અલગ-અલગ જાહેર સ્થળોએ આયોજિત આયુષ આહાર સંબંધિત જાગૃતિ શેરી નાટકો દ્વારા પણ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
ઇટ્રા દ્વારા આયુર્વેદ દિવસના અવસરે જનજાગૃતિની સાથે વૈજ્ઞાનિક સંશોધન અને શૈક્ષણિક સંવાદને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ડો. રિતુ રાવલ દ્વારા સંશોધન પ્રસ્તુતિઓ તથા વૈજ્ઞાનિક ચર્ચા, પ્રયોગશાળા ગુણવત્તા નિયંત્રણ અંગે તાલીમ, Automated Capillary Electrophoresis (Qiaxcel Connect) અંગે પ્રદર્શન તથા તાલીમ, ખશભજ્ઞિબશજ્ઞળય કાર્યશાળા, કયાપ્રબોધિની કાર્યશાળા તેમજ અન્ય વૈજ્ઞાનિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સ્વસ્થ આહાર અને જીવનશૈલી તથા આ વર્ષની થીમ સ્વસ્થ ભવિષ્ય માટે આયુર્વેદ અને પોષણ તથા જીવનશૈલી સંબંધિત વિષયો પર વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો માટે વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આયુર્વેદને યુવા પેઢી સાથે જોડવાના ઉદ્દેશ્યથી પ્રાચીન આહાર, આધુનિક થાળી રીલ સ્પર્ધા, યુવા સંસદ, વિદ્યાર્થી રાજદૂત કાર્યક્રમ, રાષ્ટ્રીય નિબંધ સ્પર્ધા તથા રાષ્ટ્રીય E-Poster સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃત્તિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ જ ક્રમમાં રન ફોર આયુર્વેદ, માસ્ટર શેફ કુકિંગ સ્પર્ધા, મેઘામૃતમ ૨૦૨૬: Flavors of Festive under Rain Cloud, તેમજ આયુર્વેદમાં ન્યૂ મીડિયા અને ડિજિટલ કમ્યુનિકેશન સેમિનારના માધ્યમથી વિવિધ ડિજિટલ અને મીડિયા આધારિત પ્રવૃત્તિઓ દ્વારા આયુર્વેદને આધુનિક સંચાર માધ્યમો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
રન ફોર આયુર્વેદ, રીલ સ્પર્ધા, યુવા સંસદ તથા અન્ય જનજાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન અસરકારક રહ્યું છે. આગામી દિવસોમાં પણ ૨૬ સપ્ટેમ્બરે હનુમાન ટેકરી આંગણવાડી ખાતે જાગૃતિ કાર્યક્રમ, ૨૮૨૯ સપ્ટેમ્બરે એકિકૃત પોષણ સંશોધન વિષયક બે દિવસીય કાર્યશાળા, ૩૦ સપ્ટેમ્બરે શિશુ વિહાર ખાતે જાગૃતિ કાર્યક્રમ તેમજ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિર સહિત અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.
ઇટ્રા, જામનગરના નિયામક પ્રો. ડો. તનુજા નેસરીએ જણાવ્યું કે, ૧૧મા આયુર્વેદ દિવસના અવસરે આયોજિત આ અભિયાન માત્ર એક દિવસ પૂરતું સીમિત ન રહીને આરોગ્ય, પોષણ, સંશોધન, શિક્ષણ, પર્યાવરણ, યુવા ભાગીદારી અને સામાજિક જવાબદારીને આયુર્વેદ સાથે જોડતું વ્યાપક જનઅભિયાન બની રહ્યું છે.
આ પ્રવૃત્તિઓના માધ્યમથી ઇટ્રા દ્વારા આયુર્વેદને માત્ર એક ચિકિત્સા પદ્ધતિ તરીકે નહીં, પરંતુ સ્વસ્થ જીવનશૈલી, સંતુલિત આહાર, નિવારક આરોગ્ય, પ્રકૃતિ સાથે સુમેળ અને વૈજ્ઞાનિક સંશોધન આધારિત સર્વગ્રાહી આરોગ્ય અભિગમ તરીકે સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઇટ્રા, જામનગર ભવિષ્યમાં પણ આયુર્વેદના વૈજ્ઞાનિક વિકાસ, જનજાગૃતિ તથા સમાજ ઉપયોગી આરોગ્ય સેવાઓના વિસ્તરણ માટે સતત કાર્યરત રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
