જામનગર જિલ્લામાં આગામી તહેવારોને અનુલક્ષીને હથિયારબંધી જાહેર કરવામાં આવી
જામનગર તા ૩૦ સપ્ટેમ્બર, આગામી દિવસોમાં મહાત્મા ગાંધી જયંતિ, સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ તથા નવરાત્રી અને દશેરાના તહેવારો અને ઉત્સવોની ઉજવણી દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતી તકેદારીના ભાગરૂપે આગામી તા.૩૧/૧૦/૨૦૨૬ સુધી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિમલ ચૌધરી દ્વારા સમગ્ર જામનગર જિલ્લામાં હથિયારબંધી ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિએ શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી કે લાઠી અથવા શારીરિક ઈજા પહોંચાડી શકે તેવું કોઈપણ સાધન, કોઈપણ ક્ષયકારી અથવા સ્ફોટક દારૂગોળો વગેરે પદાર્થો સાથે રાખવા કે લઈ જવા નહીં, પથ્થરો અથવા ફેંકીને ઈજા પહોંચાડી શકાય કે સંપત્તિને નુકસાન કરી શકાય તેવી વસ્તુઓ કે ફેંકવાના/ધકેલવાના યંત્રો સાથે રાખવા નહીં, માનવ, માનવ શબ કે માનવ આકૃતિઓ કે પૂતળાં દેખાડવાં નહીં કે બાળવાં નહીં, અપમાન કરવાના કે જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં વિભત્સ સૂત્રો પોકારવા નહીં, ગીતો ગાવાં નહીં અને ટોળાંમાં ફરકવું નહીં અને પરવાનેદાર હથિયાર ધારકોએ હથિયાર સાથે શોપિંગ મોલ, સિનેમા હોલ તથા એમ.પી. શાહ મ્યુનિસિપલ ટાઉન હોલમાં નહીં પ્રવેશવાનો આવી તમામ પ્રવૃતિ પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિમલ ચૌધરી દ્વારા નિયંત્રણ લાદવામાં આવ્યા છે.
આ જાહેરનામાનાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ- ૩૭ (૧) મુજબ ઓછામાં ઓછી ૪ મહિના અને વધુમાં વધુ ૧ વર્ષ સુધીની કેદ તથા દંડની સજા કરવામાં આવશે.
આ જાહેરનામામાં ફરજ પરના સરકારી અધિકારી/કર્મચારીઓ, હોમગાર્ડ્ઝ, ગ્રામ રક્ષક દળના સભ્યો ફરજ બજાવનાર, શારીરિક અશક્તિના કારણે લાઠી રાખવાની પરવાનગી મેળવેલ વ્યક્તિઓ, પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓ, લગ્ન પ્રસંગે તલવાર રાખનાર વરરાજા તથા યજ્ઞોપવીત આપતું હોઈ તેવા બડવાઓને દંડ રાખેલ હોય, પોલીસ અધિક્ષક કે સક્ષમ અધિકારીની કાયદેસરની પરવાનગી ધરાવતી વ્યક્તિઓ અને કિરપાણ ધારણ કરનાર શીખ ધર્મીઓને આ સજાની જોગવાઈ લાગુ પડસે નહીં તેમ જાહેરનામામાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
