જામનગર : નારી વંદન સપ્તાહ અંતર્ગત કાલાવડ કન્યા શાળા ખાતે 'બેટી બચાઓ બેટી પઢાઓ' દિવસની ઉજવણી કરાઈ
કિશોરીઓને માસિક સ્વચ્છતા, આરોગ્ય સંભાળ, પોક્સો એક્ટ અને બાળ સુરક્ષા અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું
જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ. પૂજાબેન ડોડીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગર દ્વારા ‘નારી વંદન સપ્તાહ’ ની ઉજવણીના ભાગરૂપે કાલાવડ કન્યા શાળા ખાતે ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ દિવસ નિમિત્તે કિશોરીઓ માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કિશોરીઓને આરોગ્ય, સ્વચ્છતા અને બાળ સુરક્ષા જેવાં વિષયો પર સઘન માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મેડિકલ ઓફિસરશ્રી દ્વારા કિશોરીઓને માસિક ચક્ર અને શારીરિક સ્વાસ્થ્ય સંભાળ અંગે સચોટ માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, DMC - DHEW દ્વારા 'મેન્સ્ટ્રુઅલ હાઇજીન કિટ'નું પ્રત્યક્ષ નિદર્શન કરી માસિક દરમિયાન સ્વચ્છતા જાળવવાની યોગ્ય પદ્ધતિઓ તથા ઉપયોગમાં લીધેલા સેનેટરી પેડના સુરક્ષિત અને આરોગ્યપ્રદ નિકાલ અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી.
બાળ સુરક્ષાના ક્ષેત્રે કિશોરીઓને સશક્ત બનાવવાના ઉદ્દેશથી બાળ સુરક્ષા અધિકારી દ્વારા 'પોક્સો એક્ટ' તથા 'ગુડ ટચ - બેડ ટચ' વિશે કાનૂની અને સુરક્ષાત્મક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કિશોરીઓ પોતાની આસપાસના વાતાવરણમાં સુરક્ષિત રહે અને કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં પોતાના કાનૂની અધિકારોનો ઉપયોગ કરી શકે તે અંગે જાગૃત કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય તથા ઉપસ્થિત અધિકારીઓના હસ્તે શાળાની તમામ કિશોરીઓને 'મેન્સ્ટ્રુઅલ હાઇજીન કિટ'નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનના માધ્યમથી કિશોરીઓને આરોગ્ય, માસિક સ્વચ્છતા, વ્યક્તિગત સુરક્ષા અને કાનૂની અધિકારો પ્રત્યે જાગૃતિ કેળવી તેમને સ્વસ્થ, સક્ષમ અને આત્મવિશ્વાસપૂર્ણ જીવન તરફ પ્રેરિત કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસુરતમાં ગણેશજીના આગમનમાં ભીડ બેકાબૂ બની, ધક્કામુકી થતા અનેક શ્રદ્ધાળુઓ ને બાળકો દબાયા
August 24, 2026 01:34 PMપોરબંદર વનવિભાગ દ્વારા એક જ દિવસમાં બે મગરનું રેસ્કયુ
August 24, 2026 01:25 PMAAPના ધારાસભ્ય ચૈતર વસાવાને ઝટકો, ગુજરાત હાઈકોર્ટે જામીન અરજી ફગાવી; જાણો શું છે સમગ્ર મામલો
August 24, 2026 01:22 PMજામનગર: જોગવડમાં ટાયરમાં પથ્થર રાખવા જતા ટ્રક ફરી વળતા યુવાનનું મૃત્યુ
August 24, 2026 01:21 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
