જામનગરમાં અગલે બરસ તું જલ્દી આનાના નાદ સાથે વિઘ્નહર્તાને ભારે હૈયે વિદાય
ડીજે અને ઢોલ નગારા તાલે અબીલ ગુલાલની છોળો વચ્ચે ગણપતિ બાપા મોરીયાના નાદથી શહેરના માર્ગો ગૂંજી ઉઠ્યા
અનંત ચતુર્દશીએ બંને કુત્રિમ વિસર્જન કુંડમાં ૨,૬૭૯ મૂર્તિઓનું વિસર્જન: ગણેશોત્સવ દરમિયાન કુલ ૭,૨૦૫ મૂર્તિ વિસર્જીત કરાઇ
છોટી કાશી જામનગરમાં ગણેશોત્સવના અંતિમ દિવસે અનંત ચતુર્દશીના પાવન અવસરે ગણપતિ બાપા મોરિયા... અગલે વર્ષ તું જલ્દી આના...ના ગગનભેદી નાદ સાથે ગણેશભક્તોએ પોતાના આરાધ્ય દેવને ભાવભીની વિદાય આપી હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા ખંભાળિયા બાયપાસ તથા સરદાર રિવેરા ખાતે તૈયાર કરવામાં આવેલા બંને વિસર્જન કુંડમાં આજે એક જ દિવસમાં ૨,૬૭૯ ગણેશ મૂર્તિઓનું શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું.
મહાનગરપાલિકાના વિસર્જન અહેવાલ મુજબ આજે ખંભાળિયા બાયપાસ ખાતેના વિસર્જન કુંડમાં ૧,૩૬૯ તથા સરદાર રિવેરા ખાતેના કુંડમાં ૧,૩૧૦ મળી કુલ ૨,૬૭૯ મૂર્તિઓનું વિસર્જન થયું હતું.
આ સાથે ગણેશ વિસર્જનના બાર દિવસ દરમિયાન ખંભાળિયા બાયપાસ કુંડમાં કુલ ૪,૭૧૩ તથા સરદાર રિવેરા કુંડમાં કુલ ૨,૪૯૨ મળી બંને કુંડમાં કુલ ૭,૨૦૫ ગણેશ મૂર્તિઓનું વિસર્જન નોંધાયું છે.
અનંત ચતુર્દશીના અંતિમ દિવસે સવારથી જ બંને વિસર્જન કુંડ ખાતે ગણેશભક્તોની ભારે અવરજવર જોવા મળી હતી. ઢોલ-નગારાના તાલે, જયઘોષ અને ભક્તિગીતો વચ્ચે ગણેશ મૂર્તિઓને વિસર્જન સ્થળે લાવવામાં આવી હતી. બપોરથી મોડી સાંજ અને રાત્રી સુધી વિસર્જનની પ્રક્રિયા ધમધમતી રહી હતી.
૧૧ દિવસ સુધી ભગવાન ગણેશની આરાધના કર્યા બાદ આજે વિસર્જન વેળાએ ભક્તોની આંખોમાં ભાવુકતા જોવા મળી હતી. ગણપતિ બાપા મોરિયા, અગલે વર્ષ તું જલ્દી આનાના નાદ સાથે ભક્તોએ બાપાને વિદાય આપી હતી અને આગામી વર્ષે ફરીથી પધારવા પ્રાર્થના કરી હતી.
જામનગર મહાનગરપાલિકા દ્વારા બંને વિસર્જન કુંડ ખાતે કરવામાં આવેલી વ્યવસ્થાના કારણે સમગ્ર વિસર્જન પ્રક્રિયા સુચારૂ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ સહિત પોલીસ, ફાયર બ્રિગેડ અને અન્ય સંબંધિત વિભાગોની ટીમોએ પણ સતત કામગીરી સંભાળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
