જામનગરની સિક્કા નગરપાલિકાના બે કર્મચારીઓ સામે લાંચનો ગુનો નોંધાયો
જામનગર જિલ્લાના સિક્કા નગરપાલિકામાં મકાનના દસ્તાવેજમાં નામ ટ્રાન્સફર કરી NOC આપવા માટે લાંચ માંગવાના જૂના કેસમાં એસીબીએ બે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.નિવૃત્ત સિનિયર ક્લાર્ક કમ ટેક્સ ઇન્સ્પેક્ટર અને કરાર આધારિત કમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક સામે રૂ.1 હજારની લાંચ માંગ્યાનો આરોપ છે. વર્ષ 2022માં બે વખત લાંચનું છટકું ગોઠવાયું હતું, પરંતુ છટકું નિષ્ફળ રહ્યું હતું. ખુલ્લી તપાસ બાદ હવે બંને સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સિક્કા નગરપાલિકાની ટેક્સ શાખામાં ફરજ બજાવતા બે કર્મચારીઓ સામે એસીબીની કાર્યવાહી:
આરોપી નંબર-1 અતુલકુમાર રમણીકલાલ પંડયા, સિક્કા નગરપાલિકાના સિનિયર ક્લાર્ક કમ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને હાલ નિવૃત્ત છે. જ્યારે આરોપી નંબર-2 નીલેશકુમાર ભુદરદાસ મેસવાણીયા કરાર આધારિત કમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા.
ફરિયાદી દ્વારા વર્ષ 2018માં સિક્કા ખાતે મકાન ખરીદવામાં આવ્યું હતું. મકાનનો ટેક્સ ભરી દસ્તાવેજમાં પોતાનું અને પત્નીનું નામ ટ્રાન્સફર કરાવવા તેમજ NOC મેળવવા માટે નગરપાલિકાની ટેક્સ શાખાનો સંપર્ક કર્યો હતો.
આ કામ કરી આપવા માટે બંને આરોપીઓએ કથિત રીતે રૂ.1,000ની લાંચની માંગણી કરી હોવાનો આક્ષેપ છે. આ મામલે એસીબી દ્વારા તા.7 માર્ચ 2022 અને તા.8 માર્ચ 2022ના રોજ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જોકે બંને વખત છટકું નિષ્ફળ રહ્યું હતું.ત્યારબાદ સમગ્ર મામલે ખુલ્લી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસના અંતે એસીબીએ તા.19 સપ્ટેમ્બર 2026ના રોજ બંને આરોપીઓ સામે લાંચની માંગણી અને એકબીજાને મદદગારી કરવાના આરોપસર ગુનો નોંધ્યો છે.
મહત્વનું છે કે આ કેસમાં લાંચની રકમ સ્વીકારાઈ કે રિકવર થઈ નથી. એસીબીની તપાસમાં બંને આરોપીઓએ પોતાના હોદાનો દુરુપયોગ કરી અનુચિત લાભ મેળવવા લાંચની માંગણી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ સમગ્ર ગુનો એસીબી પોલીસ સ્ટેશન જામનગર ખાતે નોંધાયો છે. તપાસ અને ગુનો દાખલ કરવાની કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ગોહિલ દ્વારા કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
