જામનગર: નાઘેડી પાટિયા પાસે પ્રોહી બુટલેગરના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર

  • October 08, 2026 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: નાઘેડી પાટિયા પાસે પ્રોહી બુટલેગરના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર

ખડકી દેવાયેલી હોટલનું દબાણ દૂર કરાયું : પોલીસના બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી

જામનગર નજીક નાઘેડી પાટિયા પાસે તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ અંગે દરોડો પાડવામાં આવ્યા બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું. આ કાર્યવાહી બાદ બુટલેગર રામ ઉર્ફે રામકો જીવા મોઢવાડિયાની નાઘેડી પાટિયા નજીક આવેલી હોટલનું બાંધકામ અનધિકૃત હોવાનું ધ્યાનમાં આવતા તંત્ર દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
​​​​​​​
એલસીબી પીઆઈ વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ તેમજ પંચકોશી-બી ડિવિઝનના પી.આઈ વી.જે. રાઠોડ અને તેમની ટીમના પૂરતા પોલીસ બંદોબસ્ત વચ્ચે હોટલનું બાંધકામ જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. ડિમોલેશનની કાર્યવાહી દરમિયાન સમગ્ર અનધિકૃત બાંધકામ દૂર કરી સરકારી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application