જામનગરમાં ૫૦ કરોડની જમીનના દબાણ પર બુલડોઝર

  • May 26, 2026 11:43 AM 

જામનગરમાં ૫૦ કરોડની જમીનના દબાણ પર બુલડોઝર

જામનગરમાં હાપા રોડ પર ઇસ્કોન મંદિર નજીક સર્વે નં. ૩૮ર માં થઇ ગયેલા ગેરકાયદે બાંધકામો પર આજ સવારથી જ પાડતોડ શરૂ કરી દેવામાં આવી છે અને કેટલાક મોટા માથાઓના ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે, આશરે રૂ. ૫૦ કરોડની ૧૦ જેટલી મિલ્કતો સાંજ સુધીમાં ખુલ્લી કરી દેવામાં આવશે, 

હાપા રોડ પર ઇસ્કોન મંદિર પાસેની જગ્યામાં રૂ. ૫૦ કરોડની ૧૦ જેટલી મિલ્કતો પર આજ સવારથી જ પાડતોડ શરૂ: અગાઉ પણ સર્વે નં. ૩૮ર માં ગેરકાયદે મકાનો તોડાયા હતા: મજબુત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો: સાંજ સુધીમાં કાર્યવાહી પૂર્ણ

જામનગરના હાપા રોડ પર ઇસ્કોન મંદિરની આજુબાજુના ભાગમાં અગાઉ આવાસ બનાવવા માટેની અનામત રખાયેલી જમીન પર કેટલાક લોકોએ ગેરકાયદે દબાણ કરી લીધો હતું અને લગભગ ૧પ દિવસ પહેલા સાત જેટલી મોટી મિલ્કતોને એક જ દિવસમાં પાડી નાખવામાં આવી હતી, આજે ફરીથી રૂ. ૫૦ કરોડની ૧૦ જેટલી મિલ્કતોની પાડતોડ કરવા માટે જામનગર કોર્પોરેશને મેગા ઓપરેશન શરૂ કર્યું છે, સર્વે નં. ૩૮ર માં આજે સવારે ૮ વાગ્યાથી કામગીરી ચાલી રહી છે અને સાંજ સુધીમાં આ કામગીરી પુરી કરી દેવામાં આવશે.

જાણવા મળતી માહિતી મુજબ મ્યુ. કમિશ્નર દિપેશ કેડીયાની સૂચનાથી સવારે હીટાચી મશીન અને બુલડોઝર ટ્રેકટર સાથે મહાપાલિકાનો કાફલો સર્વે નં. ૩૮ર પર ત્રાટકયો હતો અને ૧૦ જેટલી મિલ્કતો પર બની ગયેલા મકાનો પર તોડપાડની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે, મોટા મોટા વંડા, આલીશન મકાનો પણ કોર્પોરેશનની જમીનમાં બાંધી  દેવામાં આવ્યા છે, આ જમીન કોર્પોરેશને નવા આવાસ બનાવવા માટે રાખી હતી અને થોડા દિવસ પહેલા લગભગ ર૦ કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી, ત્યારબાદ આ મેગા ઓપરેશન અધૂરૂ છોડી દેવામાં આવ્યું હતું.

કોર્પોરેશનના એસ્ટેટ શાખા દ્વારા આજ સવારથી જ મેગા ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે, કેટલાક પાકા મકાનો અને વંડાઓ થોડી જ વારમાં તોડી દેવામાં આવ્યા છે, હાપા રોડ પર ઇસ્કોન મંદિર પાસેના વિસ્તારમાં આજે સવારથી જ અધિકારીઓ અને કર્મચારીઓના મોટા કાફલા સાથે મેગા ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે અને અધિકારીઓના જણાવ્યા મુજબ સાંજ સુધીમાં આ મેગા ઓપરેશન પુરૂ કરી દેવામાં આવશે.

કોર્પોરેશનની યાદીમાં જણાવ્યા અનુસાર કુલ ૨૩ જગ્વ્યામાં કુલ ૧૬ પાકા બાંધકામ ઉપરાંત સાત ઓપન ફેન્સીંગ કરેલા પ્લોટ અને ૧ લાખ ૨૦ હજાર ફુટ જગ્યા ખુલી કરાશે અગાઉ સાત બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતાં આજે ૬૦ લોકોની ટીમે ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ૬ જેસીબી ચાર ટ્રેકટર અને હીટાચી મશીન સાથે પાડતોડ શરૂ કરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News