કાલાવડના માછરડા ગામની સીમમાં દીપડાને પકડવા મારણ સાથે પાંજરૂં મુકાયું

  • October 05, 2026 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડના માછરડા ગામની સીમમાં દીપડાને પકડવા મારણ સાથે પાંજરૂં મુકાયું


કાલાવડ તાલુકાના માછરડા ગામની સીમમાં શનિવારે મોડી રાત્રિના વાડી વિસ્તારમાં દીપડો દેખાતાં ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. વિસ્તારમાં અવારનવાર દીપડાની ચહલપહલ જોવા મળતી હોવાથી વાડી વિસ્તારમાં દિવસ-રાત કામ કરતા ખેડૂતો અને ખેતમજૂરોમાં ચિંતા સાથે ભયની લાગણી ફેલાઇ છે. દીપડાને પકડી પાડવા વનવિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવ્યા છે. 

માછરડા ગામની સીમમાં દીપડાના આંટાફેરાના બનાવની જાણ થતાં ગામના સરપંચ પ્રદિપસિંહ જાડેજાએ તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કર્યો હતો. વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી દીપડાના પગલાંના નિશાન સહિતની તપાસ હાથ ધરી હતી. દીપડાની હિલચાલને ધ્યાનમાં રાખી તેને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરા પણ મૂકવામાં આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ માછરડા ગામની સીમમાં દીપડાનો અગાઉ પણ અવારનવાર આંટાફેરો જોવા મળ્યો છે અને અગાઉ દીપડા દ્વારા મારણ કરવામાં આવ્યું હોવાની ઘટના પણ બની હતી. વન વિભાગના જણાવ્યા મુજબ તાજેતરમાં દીપડાની હીલચાલ કેમેરામાં કેદ થઈ છે તેમજ તેના ફૂટમાર્ક પણ મળી આવ્યા છે. દીપડાની સતત અવરજવરને પગલે ખેડૂતો અને ખેતમજૂરોમાં ભય ફેલાયો છે.
​​​​​​​દીપડાને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે તેમજ વિસ્તારમાં વન વિભાગ દ્વારા નિયમિત પેટ્રોલિંગ કરી જ‚રી તકેદારીનાં પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application