સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જામનગર રોજગાર કચેરી દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરાયું
આઈ.ટી.આઈ. જામનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ૨૫૦ જેટલા તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષની જનસેવાના “સેવા સંકલ્પ અભિયાન” અન્વયે જિલ્લા રોજગાર કચેરી જામનગર દ્વારા આઈ.ટી.આઈ જામનગર ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્યો સર્વ મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરી દ્વારા તાલિમાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેરિયર કાઉન્સેલર હમીરભાઈ ચૌહાણ દ્વારા તાલિમાર્થીઓને પાસપોર્ટ તથા વિદેશ રોજગાર વિશે માર્ગદર્શન આપવામા આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા આઈ.ટી.આઈ કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મેયર મોનિકાબેન વ્યાસ, અગ્રણીઓ સર્વ બીનાબેન કોઠારી, ડો. વિનોદભાઈ ભંડેરી, કુમારપાલસિંહ રાણા, વોર્ડ નં.૪ના કોર્પોરેટર નીશાબેન અસ્વાર, જિલ્લા રોજગાર કચેરી અને આઈ.ટી.આઈ જામનગરનો સ્ટાફ અને ૨૫૦ જેટલા તાલીમાર્થીઓ ઉપસ્થિત હતા. આઈ.ટી.આઈ આચાર્ય આર.એસ.ત્રિવેદી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન તેમજ આભારવિધિ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
