ખંભાળિયામાં પોલીસ સ્ટેશન સામે રસ્તો રોકી ચક્કાજામ: ૧૬ શખ્સો સામે ગુનો
આરોપીઓની ધરપકડની માંગ સાથે પોલીસ મથક સામે હોબાળો...!
ટોળાંએ રસ્તા પર બેસી વાહનવ્યવહાર અટકાવ્યો: પોલીસને આત્મહત્યાની ધમકી આપી સરકારી ફરજમાં અવરોધ ઊભો કર્યાનો આરોપ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં અગાઉ નોંધાયેલા એક ગુનાના આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ સાથે પોલીસ સ્ટેશન સામે રસ્તા પર બેસી ચક્કાજામ કરવા તથા પોલીસની સરકારી ફરજમાં અવરોધ ઊભો કરવા અંગે ૧૬ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ બનાવમાં પોલીસ અધિકારીઓને આત્મહત્યા કરી ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. મિતેષભાઈ હમીરભાઈ જાદવે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. ૧૦ ઓક્ટોબરના રાત્રિના આઠ વાગ્યાથી તેઓ પોલીસ સ્ટેશનમાં ફરજ પર હતા. દરમિયાન મંજુબેન કારાભાઈ પિંગળ અને મૂળજીભાઈ જીણાભાઈ પરમાર સહિત આશરે ૨૦ જેટલા લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા.
આ લોકોએ અગાઉ નોંધાયેલા એક ગુનાના આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગણી કરી હતી. આ અંગે પોલીસે સંબંધિત ગુનામાં એટ્રોસિટી એક્ટની કલમો લાગુ પડતી હોવાનું અને તેની તપાસ એસ.સી./એસ.ટી. સેલ દ્વારા કરવામાં આવી રહી હોવાનું સમજાવ્યું હતું. ફરિયાદ મુજબ, ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ માટે તપાસ ચાલુ હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. દરમિયાન ટોળામાં સામેલ લોકોએ આરોપીઓની તાત્કાલિક ધરપકડ નહીં કરવામાં આવે તો આત્મહત્યા કરી પોલીસને ફસાવી દેવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત આરોપીઓની ધરપકડ થાય ત્યાં સુધી રસ્તા પર બેસી રહેવાની જીદ કરવામાં આવી હતી. ફરિયાદ અનુસાર, તા. ૧૧ ઓક્ટોબરના વહેલી સવારે આશરે બે વાગ્યાની આસપાસ મંજુબેન કારાભાઈ પિંગળ, મૂળજીભાઈ જીણાભાઈ પરમાર સહિતના લોકો પોલીસ સ્ટેશન સામેના માર્ગ પર એકઠા થયા હતા. તેમણે ગેરકાયદેસર મંડળી બનાવી રસ્તા પર બેસી જઈ વાહનોની અવરજવર અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા રસ્તો ખુલ્લો કરવા અને વાહનવ્યવહારને અવરોધ ન પહોંચાડવા સમજાવવામાં આવ્યા છતાં ટોળાએ રસ્તો ખાલી કરવાનો ઇન્કાર કર્યો હતો. રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલી પડતી હોવાથી પોલીસે વારંવાર સમજાવટ કરી હતી.
ઉપરોક્ત ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી. રાઠોડ સહિતના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા સમજાવટ કરવા છતાં ટોળાએ આરોપીઓની ધરપકડની માંગ ચાલુ રાખી હતી. આ દરમિયાન પોલીસ અધિકારીઓને ધમકી આપી સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આખરે એ.એસ.આઈ. મિતેષભાઈ જાદવની ફરિયાદના આધારે ખંભાળિયા પોલીસે મંજુબેન કારાભાઈ પિંગળ, મૂળજીભાઈ જીણાભાઈ પરમાર, દેવશી જીણાભાઈ પરમાર, ભરત જેઠાભાઈ પરમાર સહિત કુલ ૧૬ નામજોગ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ મામલે પી.એસ.આઈ. એસ.ઓ. સાંધ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
