એક નજર ઇધર ભી..જામનગરમાં વોર્ડ ઓફીસ પાસે ઢોરના અડીંગા
સમસ્યા: શહેરના વોર્ડ નં.૯ માં તૂટેલા માર્ગોથી હાલાકી, સમયમર્યાદામાં કામ ન થતાં ભારે રોષ, કચરાથી સફાઇના દાવા પોકળ પુરવાર
માર્ગો ખોદી નાખ્યા બાદ લાંબા સમય સુધી રીપેરીંગ કે નવીનીકરણ ન થતાં વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલી
જામનગરના વોર્ડ નં.૯ માં આણદાબાવા ચકલામાં વોર્ડ ઓફીસ પાસે ઢોરના અડીંગાથી અનેક સવાલ ઉઠયા છે. આટલું જ નહીં વોર્ડમાં ઘણી શેરી અને વિસ્તારોમાં તૂટેલા માર્ગોથી રહેવાસીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. કચરાથી સફાઇના દાવા પણ પોકળ પુરવાર થઇ રહ્યા છે. માર્ગો ખોદી નાખ્યા બાદ લાંબા સમય સુધી રીપેરીંગ કે નવીનીકરણ ન થતાં વાહનચાલકો અને રાહદારીઓને પારવાર મુશ્કેલી પડી રહી છે.
જામનગરના વોર્ડ નં.૯માં માર્ગ, સફાઇનો અભાવ, ઢોરના ત્રાસની ફરિયાદો પુન: ઉઠી છે. વોર્ડના લીમડાલાઇન, હવેલી રોડ તથા અન્ય વિસ્તારોમાં જૂના માર્ગો ઉબડખાબડ બન્યા છે, તો ઘણા સ્થળો પર ખાડા પડી ગયા છે. આટલું જ નહીં અમુક માર્ગો પર ખોદકામ કર્યા બાદ રીપેરીંગ કે નવીનીકરણ પણ કરવામાં ન આવતું હોવાની ફરિયાદો પણ રહેવાસીઓમાં ઉઠી છે. આટલું ઓછું હોય તેમ વોર્ડમાં આણદાબાવા ચકલા પાસે આવેલી વોર્ડ ઓફીસના દ્વાર પાસે આવેેલા મેદાનમાં દરરોજ ઢોરના અડીંગા જોવા મળે છે. રખડતા ઢોરના કારણે મેદાનમાં ગંદકી થઇ રહી છે. આટલું જ નહીં રહેવાસીઓને આવાગમનનમાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે. કારણ કે, રખડતા ઢોર ઢીંકે ચડાવવાનો ખતરો પણ રહે છે. બીજી બાજુ વોર્ડમાં હજુ પણ ઘણાં સ્થળો અને કચરાના પોઇન્ટ પર ગંદકી જોવા મળી રહી છે. આથી સફાઇ અભિયાનના દાવા પોકળ પુરવાર થઇ રહ્યા છે. માર્ગોના કામમાં ભારે વિલંબથી રહેવાસીઓ, વાહનચાલકોની સાથે દુકાનદારો તથા વેપારીઓને પારવાર મુશ્કેલી પડી રહી છે. વોર્ડના અમુક વિસ્તારોમાં નિયમિત સફાઇ ન થતી હોવાની ફરિયાદો પણ ઉઠી છે. તદઉપરાંત ડોર ટુ ડોર કચરા કલેકશનમાં પણ ગાડીઓ દૂર ઉભી રહેતી હોવાની તથા કર્મીઓ કચરો લઇ જવાની ના પાડતા હોવાની રાવ પણ જોરશોરથી ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application2027માં શનિનું મહાગોચર, 7 રાશિની ચમકશે કિસ્મત, કેટલાક પર વધશે સંકટ
November 22, 2026 06:45 PMનિવૃત્ત કર્મચારીઓ માટે મોટી જીત, 33.95 લાખ રૂપિયાની ગ્રેચ્યુઇટી મળશે
November 22, 2026 06:27 PMપેન્શનરો માટે મોટી રાહત: સેલ્ફીથી બનાવી શકાશે લાઈફ સર્ટિફિકેટ, અહીં જાણો સંપૂર્ણ નિયમો
November 22, 2026 06:01 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
