જામનગરમાં ૨૩ બોટલ અને ૭૦ ચપલા સાથે એક શખ્સ ઝડપાયો
કાલાવડ અને બાલવા ફાટક પાસે નાની-મોટી બોટલો સાથે બે ઝપટે ચડયા
જામનગર શહેરમાં મચ્છરનગર વિસ્તારમાં બળિયા હનુમાન મંદિર સામે આવેલા રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો વેચાણ માટે રાખવામાં આવ્યો હોવાની બાતમીના આધારે જામનગર સીટી-બી ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્ક્વોડે દરોડો પાડી અલગ-અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની કુલ ૨૩ બોટલ તથા ૭૦ ચપલા સાથે દબોચી લીધો હતો. કાલાવડ બસ સ્ટેન્ડ પાસે દારૂની બાટલી સાથે એક ઝપટે ચડયો હતો અને બાલવા ફાટક નજીક બે ચપલા સાથે એકની અટકાયત કરવામાં આવી હતી.
જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની (આઈપીએસ) તથા નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સૂચનાથી સીટી-બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ એમ.એચ. મહેતા તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
દરમિયાન સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કર્મચારીઓ રાજેશભાઈ વેગડ, ધર્મેન્દ્રસિંહ વાઢેર તથા નીલેશભાઈ ઠાકરીયાને મળેલી ખાનગી બાતમીના આધારે મચ્છરનગરમાં બળિયા હનુમાન મંદિર સામે જયપાલસિંહ છત્રપાલસિંહ રાઠોડના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ ૨૩ બોટલ, જેની કિંમત રૂ. ૨૫,૪૦૦, તેમજ ચપલાની ૭૦ જોડી, જેની કિંમત રૂ. ૨૧,૦૦૦ મળી આવી હતી. પોલીસે કુલ રૂ. ૪૬,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે જયપાલસિંહ વિરુઘ્ધ સીટી-બીમાં પ્રોહીબીશન મુજબ ફરીયાદ કરવામાં આવી હતી.
બીજા દરોડામાં કાલાવડના બસ સ્ટેન્ડ પાછળ રહેતા નઇમ જમાલ કાજી નામના શખ્સને ગઇકાલે ઇંગ્લીશ દારૂની એક બોટલ સાથે બસ સ્ટેન્ડ રોડ પરથી ટાઉન પોલીસે પકડી લીધો હતો, જયારે જામજોધપુરના મેલાણ ગામમાં રહેતા બાવન રૈયા છેલાણા નામના માલધારી શખ્સને બાલવા ફાટકથી આગળના રસ્તે ઇંગ્લીશ દારૂના બે ચપલા લઇને નીકળતા સ્થાનીક પોલીસે દબોચી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
