શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર દ્વારા ૭૦મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી
શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર ખાતે, ૨જી ઓક્ટોબર ના રોજ, સંસ્થાના પ્રમુખ શ્રી કરશનભાઈ ડાંગર ની અધ્યક્ષતા માં અને જાણીતા પત્રકાર, લોકસાહિત્યકાર, મેઘાણી એવોર્ડ વિજેતા રાજુલભાઈ દવે ની વિશેષ ઉપસ્થિત માં, સંસ્થાના ૭૦મા સ્થાપના દિવસની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવી.
ગાંધી જયંતી અને વિશ્વ અહિંસા દિવસની સૌને શુભેરછાઓ પાઠવવામાં આવી.આ પ્રસંગે સંસ્થા ના કા. વા.સમિતિ ના સભ્યો, વિભાગીય વડાઓ, તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
સંસ્થા સ્થાપના દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી નો પ્રારંભ મંગલ ગીત દ્વારા કરવામાં આવી, બાપુ નું પ્રિય ભજન વૈષ્ણવજન નું ભાવપૂર્વક સમૂહ ગાન કરવામાં આવ્યું. કાર્યક્રમ માં પ્રમુખ કરશનભાઈ ડાંગરે, માનદ મંત્રી હીરા બેન તન્ના અને હાઈ સ્કૂલ ના આચાર્ય હીના બેનએ પ્રેરક વિચારો રજૂ કર્યાં હતાં.
મુખ્ય વકતા રાજુલભાઈ દવે એ જામનગર ના ઈતિહાસ સાથે ગાંધી વિચાર અને મૂલ્યો ને ઉજાગર કરતું મનનીય વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે સંસ્થાની કાર્ય પ્રવૃત્તિઓ ને શ્રેષ્ઠ ગણી પૂર્વ સૂરીઓ નીભાવ વંદના કરી હતી.
આ પ્રસંગે જામનગર જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ દીપકભાઈ ઠક્કર અને માનદ મંત્રી જતીનભાઈ શાહ ઉપસ્થિત રહ્યાં અને સૌને સ્થાપના દિવસ ની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન કા.મંત્રી પાર્થ પંડ્યા એ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
