વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના કાર્યક્રમ સંદર્ભે કલેક્ટર પી.બી.પંડ્યાએ પત્રકાર પરિષદ યોજી

  • June 08, 2026 10:30 AM 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના કાર્યક્રમ સંદર્ભે કલેક્ટર પી.બી.પંડ્યાએ પત્રકાર પરિષદ યોજી

જામનગર જિલ્લામાં ૮ થી ૨૧ જૂન દરમિયાન વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમોની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પ્રાકૃતિક ખેતી કાર્યશાળા અને સેવાસેતુની સેવાઓનો નાગરિકોને સ્થળ પર જ લાભ મળશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૧૨ વર્ષના સફળ અને ગૌરવશાળી કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે તા. ૮ જૂનથી ૨૧ જૂન, ૨૦૨૬ દરમિયાન જામનગર જિલ્લામાં વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે જામનગર જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કલેક્ટર કચેરી જામનગર ખાતે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ અંગે જિલ્લા કલેક્ટરએ વિગતો આપતા જણાવ્યા હતું કે, આ ઉજવણી અંતર્ગત જિલ્લામાં ત્રણ મુખ્ય કાર્યક્રમો યોજાનાર છે. જેમાં ‘પ્રગતિ પથ યાત્રા’ દ્વારા સરકારના વિકાસકાર્યો અને સિદ્ધિઓને જન-જન સુધી પહોંચાડવામાં આવશે. ‘જન કલ્યાણ શિબિર’ મારફતે છેવાડાના અને જરૂરિયાતમંદ પરિવારોને વિવિધ સરકારી યોજનાઓનો સીધો લાભ આપવામાં આવશે, જ્યારે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન (પ્રબુદ્ધ સંમેલન)’ દ્વારા સમાજના પ્રબુદ્ધ નાગરિકો સાથે રાષ્ટ્રના સર્વાંગી વિકાસ અંગે સંવાદ અને વિચારવિમર્શ યોજાશે.

આ કાર્યક્રમોના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં વૃક્ષારોપણ અભિયાન, સ્વચ્છતા ઝુંબેશ તેમજ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરતી વિશેષ પ્રાકૃતિક ખેતી કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવશે.

આ ઉપરાંત, ‘જન કલ્યાણ શિબિર’માં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને લાભો એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશે. નાગરિકોની સુવિધા માટે ‘સેવાસેતુ’ કાર્યક્રમ હેઠળ ૫૫ જેટલી સેવાઓના મળવાપાત્ર  લાભ પણ સ્થળ પર જ પ્રદાન કરવામાં આવશે.અને કેન્દ્ર સરકારની ૧૫ યોજનાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. 

જનવિશ્વાસથી જનકલ્યાણ સુધીની ૧૨ વર્ષની આ સફળ યાત્રાની ઉજવણીને લોકભાગીદારીનો ઉત્સવ બનાવવા માટે જિલ્લાના પદાધિકારીઓ, વિવિધ ક્ષેત્રોના અગ્રણી નાગરિકો, પૂજ્ય સંતો-મહંતો, સામાજિક આગેવાનો, યુવાનો તથા વિશાળ સંખ્યામાં નાગરિકોને જોડવામાં આવશે.

તા.૮ થી તા.૧૪ જૂન સુધી ચાલનારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેર ગામમાં સાયકલ રેલી, બાઇક રેલી, પદયાત્રા દ્વારા જાગૃતિ, નો પ્લાસ્ટીક સફાઈ દિવસ, જળાશયો અને ખુલ્લા પ્લોટની સફાઈ, ડ્રેન ટ્રીટમેન્ટ, જાહેર સંસ્થાઓ અને ધાર્મિક સ્થળોએ સફાઈ, સફાઈ શપથ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમોની જાણકારી જેવા કાર્યક્રમો ઉજવવામાં આવશે.

તેમજ તા.૧૫ ના રોજ પ્રભારીમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલશના પ્રાકૃતિક ખેતી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે.  તથા ધન્વંતરી ઓડિટોરિયમ હોલ ખાતે યોજનાર વિકસિત ભારત સંમેલનમાં ૫૦૦ થી વધુ પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહેશે.

જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર દીપેશ કેડિયાએ જણાવ્યું હતું કે, જામનગર શહેરમાં હાપા રેલવે ઓવરબ્રિજ, ભુજિયો કોઠો, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, લખોટા લેક, બાલા હનુમાન મંદિર, દેવરાજ દેપારલ ખાતે પ્રગતિપથ યાત્રા તેમજ આ સ્થળોએ વિવિધ યોજનાઓની માહિતી મુલાકાતીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

પત્રકાર પરિષદમાં જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની, ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરિયા, પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News