ખંભાળિયામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયું ૧૫મી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણીનું રિહર્સલ

  • August 14, 2026 10:11 AM 

ખંભાળિયામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયું ૧૫મી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણીનું રિહર્સલ  

૧૫મી ઓગસ્ટે દેશ જ્યારે ૮૦માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવા જઈ રહ્યો છે ત્યારે ૧૫મી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણીની પૂર્વતૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આ પૂર્વતૈયારીના ભાગરૂપે ખંભાળિયામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૫મી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણીનું રિહર્સલ યોજાયું હતું.

જેમાં નિવાસી અધિક કલેકટર એમ.વી. દેસાઇએ ધ્વજવંદન કરી નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલ, પ્રાંત અધિકારી કે.કે. કરમટા સાથે પરેડ નિરીક્ષણ કર્યું હતું. 

વંદે માતરમના સંપૂર્ણ ગાન અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેમાં અધિકારી, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application