ઓખા આવતી બે ટ્રેનોના આગમન સમયમાં ફેરફાર

  • August 18, 2026 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખા આવતી બે ટ્રેનોના આગમન સમયમાં ફેરફાર

​સંચાલન સંબંધિત (ઓપરેશનલ) કારણોસર ઓખા સ્ટેશને આવતી બે ટ્રેનોના આગમન સમયમાં સુધારો કરવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે ટ્રેનોના સુધારેલા સમયની વિગત નીચે મુજબ છે:

1) ​ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ–ઓખા મેલ: 
ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ–ઓખા મેલનો ઓખા સ્ટેશને વર્તમાન નિર્ધારિત આગમન સમય 14:20 વાગ્યાનો છે, જેને 30 મિનિટ વધારીને 14:50 વાગ્યાનો કરવામાં આવ્યો છે.

આ સુધારેલો સમય તત્કાલ અસરથી લાગુ કરવામાં આવ્યો છે.

2) ​ટ્રેન નંબર 19576 નાથદ્વારા–ઓખા એક્સપ્રેસ: 
ટ્રેન નંબર 19576 નાથદ્વારા–ઓખા એક્સપ્રેસનો ઓખા સ્ટેશને વર્તમાન નિર્ધારિત આગમન સમય 18:50 વાગ્યાનો છે, જેને 20 મિનિટ વધારીને 19:10 વાગ્યાનો કરવામાં આવ્યો છે.

આ સુધારેલો સમય 20 ઓગસ્ટ 2026થી નાથદ્વારાથી ઉપડતી ટ્રેન પર લાગુ થશે.

​નોંધનીય છે કે બંને ટ્રેનોના સમયમાં ફેરફાર માત્ર ઓખા સ્ટેશને તેમના આગમન માટે જ કરવામાં આવ્યો છે. ઓખા સ્ટેશન સિવાય અન્ય કોઈ પણ સ્ટેશને આ ટ્રેનોના આગમન અને પ્રસ્થાન સમયમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.

મુસાફરોને વિનંતી છે કે તેઓ મુસાફરી કરતા પહેલા પોતાની ટ્રેનના સુધારેલા સમયની માહિતી મેળવી લે અને તે મુજબ જ તેમની મુસાફરીનું આયોજન કરે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application