જામનગરના નાગરિકો માટે હવે રસાયણમુક્ત પ્રાકૃતિક ખેત ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ
જોગર્સ પાર્ક પાસે દર બુધવારે તેમજ એમ્યુઝમેન્ટ પાર્ક પાસે દર શનિવારે જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનોનું કરે છે વેચાણ
જિલ્લા વહીવટી તંત્ર અને આત્મા પ્રોજેક્ટ જામનગર દ્વારા જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્લેટફોર્મ પૂરું પાડવા અનોખી પહેલ
જિલ્લા વહીવટી તંત્ર અને આત્મા પ્રોજેક્ટ જામનગર દ્વારા જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે પ્લેટફોર્મ પૂરું પાડી એક અનોખી અને આવકારદાયક પહેલ શરૂ કરાઈ છે. આ પહેલ અંતર્ગત ખેડૂતો હવે પોતાનું ઉત્પાદન સીધું જ ગ્રાહકો સુધી પહોંચાડી રહ્યાં છે, જેનાથી નાગરિકોને તદ્દન વ્યાજબી ભાવે તાજા અને સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદનો મળી રહ્યાં છે. આ પહેલ થકી નાગરિકોને રાસાયણમુક્ત, શુદ્ધ અને ગુણવત્તાસભર ખાદ્ય પદાર્થો સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યા છે, સાથે જ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમનું ઉત્પાદન સીધું જ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે યોગ્ય પ્લેટફોર્મ પણ મળી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
