જામનગર: યશ ઇમ્પેક્ષ નામની પેઢીના રૂ. ૩૬ લાખના દાવા મંજુર
જામનગર ખાતે જીઆઈડીસી શંકર ટેકરી, ઉધોગનગર ખાતે યશ ઇમ્પેક્ષના નામે ધંધો કરતા યશ વિજયભાઈ ગુઢકાએ ઉતરપ્રદેશની એએનઆર લોકસ પ્રાઇવેટ લીમીટેડ કંપનીને ઉધારથી બ્રાસ રોડ સપ્લાય કરેલ. જે બ્રાસ રોડના લેણા પેટે પ્રતિવાદી એએનઆર લોકસ પ્રા. લી. ને રૂા. ૩૧,૯૧,૫૭૮ ચુકવવાનાં બાકી હતા. આ બાકી રકમ અંગે યશ ગુઢકા દ્વારા અનેક વખત લેણી રકમ ચુકવી આપવા માંગણી કરેલ. પરંતુ, દરેક વખતે પ્રતિવાદી કંપની દ્વારા વિવિધ બહાનાઓ કરી રકમ ચુકવવામાં આવેલ નહી.
ત્યારબાદ યશ ગુઢકા દ્વારા વકીલ મારફત સીવીલ કોર્ટમાં મીડીએશન સેન્ટરમાં અરજી દાખલ કરવામાં આવેલ. જે અરજી અનુસંધાને મીડીએશન સેન્ટર મારફત ત્રણ વખત નોટીસ મોકલવામાં આવેલ. તેમ છતાં પ્રતિવાદી હાજર થયેલ નહી. જેથી પ્રતિવાદી કંપની સામે જામનગર ખાતે કોમર્શીયલ કોર્ટમાં કોમર્શીયલ દાવો દાખલ કરવામાં આવેલ. જે દાવો દાખલ થયા બાદ કોર્ટ દ્વારા પ્રતિવાદીને નોટીસ કરવામાં આવેલ. જે નોટીસ મળી ગયેલ હોવા છતાં પ્રતિવાદી કંપની હાજર થયેલ નહી અને કોર્ટ દ્વારા દાવો એક તરફી ચલાવવાનો હુકમ કરવામાં આવેલ.
જે દાવો ચાલી જતા વાદી તરફેના વકીલની વિસ્તૃત દલીલો બાદ વાદીનો દાવો મંજુર કરી રૂા. ૩૧,૯૧,૫૭૮ વાર્ષિક ૬ ટકા વ્યાજ સાથે તથા દાવાનો ખર્ચ પણ પ્રતિવાદીએ ચુકવવાનો તેવો હુકમ કરેલ છે.
બીજા દાવામાં યશ ગુઢકા દ્વારા વિરાજ ઇન્ડસ્ટ્રીઝને ઉધારથી બ્રાસ રોડ મોકલવામાં આવેલ. જેમાં પણ વિરાજ ઇન્ડસ્ટ્રીઝ વતી મીડીએશન સેન્ટરમાં કોઈ હાજર રહેલ નહી. જે બાદ કોમર્શીયલ દાવો દાખલ કરવામાં આવેલ. જેની નોટીસ બજી જવા છતાં હાજર થયેલ નહી અને દાવો એક તરફી ચાલેલ અને કોર્ટ દ્વારા દાવો મંજુર કરી રૂા. ૪,૩૨,૯૦૧ વાર્ષિક ૬ ટકા વ્યાજ તથા દાવાનો ખર્ચ પણ મંજુર કરેલ.
આ બન્ને દાવામાં વાદી તરફે વકીલ વસંત ડી. ગોરી, દીપક એચ. નાનાણી તથા નેહલ બી. સંચાણીયા રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
