જામનગરમાં ગેરકાયદે પથારાના ધંધાર્થીઓની માથાકૂટ, એસ્ટેટ શાખાને પોલીસ બોલાવવી પડી
શરૂ સેકશન માર્ગ પર ફૂટપાથ પરના દબાણ દૂર કરતા ઉગ્ર બોલાચાલી થતાં વાતાવરણ તંગ બન્યું
ફૂટપાથ પરથી સવારે ઘંઘાર્થીઓને દૂર કર્યા તો સાંજે અન્ય માર્ગ પર અડીંગો જમાવતા કામગીરી સામે સવાલ
જામનગરમાં ગેરકાયદે પથારાના ઘંધાર્થીઓ બેફામ બનતા માથાકૂટ કરતા એસ્ટેટ શાખાને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. શરૂ સેકશન માર્ગ પર ગઇકાલે ફૂટપાથ પરના દબાણો દૂર કરતા ઉગ્ર બોલાચાલી થતાં વાતાવરણ તંગ બન્યું હતું. ફૂટપાથ પરથી સવારે પથારાના ઘંધાર્થીઓને દૂર કર્યા તો સાંજે અન્ય માર્ગ પર અડીંગો જમાવતા એસ્ટેટ વિભાગની કામગીરી સામે શંકા અને અનેક સવાલ ઉઠ્યા છે.
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા રવિવારે સવારે ટ્રાફીકથી ધમધમતા શરૂસેકશન રોડ પર ફૂટપાથ પર ગેરકાયદે રીતે કરવામાં આવેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અગાઉ દબાણકર્તા વેપારીઓને સ્થળ ખાલી કરવા સૂચના તેમજ આખરી નોટિસ આપવામાં આવી હોવા છતાં ફેરિયાઓ દ્વારા ફરીથી માલસામાન પાથરીને દબાણ કરવામાં આવ્યું હતું. આથી એસ્ટેટ શાખાની ટીમ ફરીથી દબાણ હટાવવા પહોંચી હતી.
કામગીરી દરમિયાન કેટલાક દબાણકર્તાઓ દ્વારા મહાનગરપાલિકાના સ્ટાફ સાથે ઉગ્ર બોલાચાલી કરવામાં આવતાં મામલો તંગ બન્યો હતો. આથી એસ્ટેટ શાખાએ ૧૧૨ માં જાણ કરી પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. આથીં પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. આ દરમિયાન એસ્ટેટ શાખાની ટીમે કેટલાક દબાણકર્તાઓનો માલસામાન જપ્ત કરી મહાનગરપાલિકાની કચેરી ખાતે જમા કરાવ્યો હતો. કેટલાક દબાણકર્તાઓને પોલીસ દ્વારા સિટી બી ડિવિઝન પોલીસ મથકે લઈ જવાયા હતા. ત્યાં માફીપત્ર આપ્યા બાદ તેમને હાલ મુક્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
દબાણકર્તાઓને ફરીથી સરૂસેકશન રોડ પર ફૂટપાથ પર બેસી દબાણ ન કરવા તથા મહાનગરપાલિકાના સ્ટાફ સાથે ઉગ્ર વર્તન ન કરવા કડક સૂચના આપવામાં આવી હતી. કાર્યવાહી બાદ સરૂસેકશન રોડ પરના દબાણો દૂર થતાં ફૂટપાથ ખુલ્લો જોવા મળ્યો હતો. પરંતુ સાંજે સત્યસાંઇ સ્કૂલથી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી એટલે કે વાલકેશ્ર્વરી તરફ જતા માર્ગ પર ફેરિયાઓએ અડીંગો જમાવતા એસ્ટેટ શાખાની કામગીરી સામે શંકા અને સવાલ ઉઠ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
