ખંભાળિયામાં એકતા યુવક મંડળ આયોજિત ગણેશ મહોત્સવમાં આવતીકાલે માટીની મૂર્તિ બનાવવાની સ્પર્ધા

  • September 18, 2026 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં એકતા યુવક મંડળ આયોજિત ગણેશ મહોત્સવમાં આવતીકાલે માટીની મૂર્તિ બનાવવાની સ્પર્ધા

ખંભાળિયાના સતવારા વાડ વિસ્તારમાં એકતા યુવક મંડળ દ્વારા તમામ હિન્દુ તહેવારોની અનોખી ઉજવણી કરવામાં આવે છે. આ વખતે પણ ગણપતિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
​​​​​​​
એકતા યુવક મંડળના કાર્યકરો દ્વારા ભવ્ય ગણપતિ મહોત્સવના આયોજન વચ્ચે આવતીકાલે શનિવાર તા. ૧૯ ના રોજ આ સ્થળે માટીકલા તથા ગણેશજીની માટીની મૂર્તિ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં સ્પર્ધક ભાઈ- બહેનોએ પાંચ ઈંચથી એક ફૂટ સુધીની ગણપતિની માટેની મૂર્તિ બનાવવાની રહેશે. આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓને રવિવારે પુરસ્કૃત કરાશે. જ્યારે દરેક સ્પર્ધકને પ્રોત્સાહિત કરવામાં આવશે.
​​​​​​​
આ સ્પર્ધામાં ભાગ લેવા દરેક સ્પર્ધકે બપોરે ત્રણથી સાંજે છ વાગ્યા સુધી મૂર્તિ સતવારા વાડ ખાતે એકતા યુવક મંડળના પંડાલ ખાતે પહોંચાડવાની રહેશે. વિજેતાઓની જાહેરાત બાદ દરેક સ્પર્ધક પોતાની મૂર્તિ પરત લઈ જઈ શકશે. આ સાથે શનિવારે અન્નકૂટ દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે માટે એકતા યુવક મંડળના કાર્યકરો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application