જામનગર : ભૂચર મોરી ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને અનુલક્ષીને ધ્રોલમાં સ્વચ્છતા મહાઅભિયાન હાથ ધરાયું

  • August 14, 2026 06:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભૂચર મોરી ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને અનુલક્ષીને ધ્રોલમાં સ્વચ્છતા મહાઅભિયાન હાથ ધરાયું

ધ્રોલ નગરપાલિકા દ્વારા તમામ વોર્ડમાં સફાઈ કામગીરી, ફોગિંગ અને દવાઓના છંટકાવની ઝુંબેશ હાથ ધરાઈ

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક સ્થળ ભૂચર મોરી ખાતે આ વર્ષે જિલ્લા કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થનાર છે. રાષ્ટ્રીય પર્વની ઉજવણીને અનુલક્ષીને જામનગર જિલ્લા કલેક્ટર પી.બી.પંડયાના માર્ગદર્શન હેઠળ ધ્રોલ નગરપાલિકા દ્વારા તમામ વોર્ડ ૧ થી ૭ માં વ્યાપક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આ અભિયાન અંતર્ગત મુખ્ય માર્ગો, જાહેર રસ્તાઓ, જાહેર સ્થળો, સરકારી કચેરીઓની આસપાસના વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી. શહેરને સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત બનાવવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.

તાજેતરમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસ અંગે સતર્કતા રાખવામાં આવી રહી છે, ત્યારે ધ્રોલ નગરપાલિકા દ્વારા આરોગ્યલક્ષી પગલાં પણ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં ફોગિંગ કામગીરી કરવામાં આવી હતી તેમજ મચ્છરજન્ય અને અન્ય ચેપી રોગોના નિયંત્રણ માટે દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો. નાગરિકોના આરોગ્યની સુરક્ષા અને સ્વચ્છ વાતાવરણ જળવાઈ રહે તે માટે આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે.

ધ્રોલ નગરપાલિકાએ નાગરિકોને પણ સ્વચ્છતા જાળવવા, ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે તકેદારી રાખવા તથા જાહેર સ્થળોને સ્વચ્છ રાખવામાં સહયોગ આપવા અપીલ કરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application