દેવભૂમિ દ્વારકા: "સ્વચ્છતા હી સેવા" અભિયાન અંતર્ગત સલાયાના પાળેશ્વર મહાદેવ મંદિર ખાતે સામુહિક શ્રમદાન કાર્યક્રમ યોજાયો
રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા, કલેકટર રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા સહિતના મહાનુભાવોએ સામુહિક શ્રમદાન કર્યું
સત્ય, અહિંસા અને સ્વચ્છતાના પ્રેરક મૂલ્યોને આપણા જીવનમાં અનુસરવા જોઈએ : રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા
સ્વચ્છતાએ માત્ર વિચાર નથી જીવનભરની સંસ્કાર યાત્રા છે: કલેકટર રાજેશ તન્ના
પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પાળેશ્વર મહાદેવ મંદિર, સલાયા ખાતે રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા, જિલ્લા કલેકટર રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા સહિતના અધિકારીઓએ સામુહિક શ્રમદાન કર્યું હતું.
આ તકે રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા. પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા મંત્રને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જન જન સુધી પહોચાડવા માટે સ્વચ્છતા હિ સેવા અભિયાન શરૂ કર્યું છે. જેના પરિણામે સ્વચ્છતાએ જીવનનો નિત્યક્રમ બન્યો છે. પૂજ્ય ગાંધીજી આપેલા સત્ય, અહિંસા અને સ્વચ્છતાના પ્રેરક મૂલ્યોને આપણા જીવનમાં અનુસરીએ તેમજ અન્યોને પણ અનુસરવા પ્રેરણારૂપ બનીએ એજ ગાંધીજીને ખરી શ્રદ્ધાંજલિ છે.
આ તકે કલેકટર રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીનું સમગ્ર જીવન પ્રેરણારૂપ રહ્યું છે. ગાંધીજીના ઉપદેશને જીવનમાં અનુસરવા એ જરૂરી છે. સ્વચ્છતાએ માત્ર વિચાર નથી પરંતુ જીવનભરની સંસ્કાર યાત્રા છે. ગાંધીજીના સ્વચ્છતાના વિચારને આપણે રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો બનાવીએ આપણા આસપાસ વિસ્તારને સ્વચ્છ બનાવીએ.
આ તકે પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે, નાગરિકો પોતાના ઘર, કાર્યસ્થળ તેમજ આસપાસના સ્થળો ખાતે સ્વચ્છતા હાથ ધરવીએ નૈતિક જવાબદારી છે. સ્વચ્છતાની પ્રવૃતિને માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત ન રહેતા રોજિંદા જીવનનો એક ભાગ બને તે ખૂબ જરૂરી છે.
સ્વચ્છતા હિ સેવા અભિયાન અન્વયે યોજાયેલ સામૂહિક શ્રમદાન કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા, કલેકટર રાજેશ તન્ના તેમજ પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા સહિતના મહાનુભાવોએ પૂજ્ય મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી સામુહિક શ્રમદાન કર્યું હતું. તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ તકે નિવાસી અધિક કલેકટર એમ.વી.દેસાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એચ.પી.જોશી, એ.એસ.પી. પ્રખર કુમાર સહિત જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ, નાગરિકોએ સામુહિક શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશો પૂરો પાડ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
