જામનગર શહેરમાં જાહેરમાર્ગ પર ભૂગર્ભ ગટર ઉભરાતા મનપાની સફાઇ ઝુંબેશનો ફીયાસ્કો..

  • October 07, 2026 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં જાહેરમાર્ગ પર ભૂગર્ભ ગટર ઉભરાતા મનપાની સફાઇ ઝુંબેશનો ફીયાસ્કો..

​​​​​​​જામનગર શહેરને ગાર્બેજ ફ્રી સીટી બનાવવા મનપા દ્વારા ખાસ સફાઇ ઝુંબેશ શ‚ કરવામાં આવી છે. મનપા દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાંથી કચરાપેટી દૂર કરી કચરો ગાર્બેજ વાહનમાં આપવા શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં જાહેરમાં કચરો ફેંકનાર સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. પરંતુ બીજી બાજુ ખુદ મનપાની જુદી-જુદી શાખાઓ વચ્ચે સંકલનનો અભાવ અને નબળી કામગીરીથી સફાઇ ઝુંબેશનો ફીયાસ્કો થઇ રહ્યાની સ્થિતિ સર્જાઇ રહી છે. આ પ્રકારનો વધુ એક કીસ્સોે જોવા મળ્યો હતો. શહેરના ટાઉનહોલ સર્કલથી તીનબતી તરફ જતાં માર્ગ પર પ્રેસીડેન્ટ હોટલ સામે આજે સવારે ભૂગર્ભ ગટર ઉભરાતા ગંદા પાણીની રેલમછેલથી મનપાની સફાઇ ઝુંબેશ પર પાણીઢોળની સ્થિતિ સર્જાઇ હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application