જામનગર શહેરમાં મહામતિ શ્રી પ્રાણનાથજીના ૪૦૯માં ત્રિદિવસીય પ્રાગટ્ય મહોત્સવનો પ્રારંભ
શુક્રવારે ખીજડા મંદિરથી ભવ્ય શોભાયાત્રા: દેશ-વિદેશમાંથી હજારો સુંદરસાથજી રહેશે ઉપસ્થિત
જામનગર શહેરની સુપ્રસિદ્ધ ધાર્મિક સંસ્થા શ્રી ૫ નવતનપુરીધામ ખીજડા મંદિરમાં મહામતિ શ્રી પ્રાણનાથજીના ૪૦૯મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે આજ તા. ૮ ઓક્ટોબરથી તા. ૧૦ ઓક્ટોબર સુધી ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર મહામતિ શ્રી પ્રાણનાથજીની જન્મભૂમિ અને કર્મભૂમિ હોવાથી આ મહોત્સવનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે.
મહામતિ શ્રી પ્રાણનાથજીનો જન્મ જામનગરમાં વિક્રમ સંવત ૧૬૭૫ની ભાદરવા વદ ચૌદશ, રવિવાર તા. ૬ સપ્ટેમ્બર, ૧૬૧૮ના રોજ જામરાજાના દીવાન કેશવરાયજીને ત્યાં થયો હતો. તેમણે જામનગરથી પન્ના સુધીની ધર્મયાત્રા દરમિયાન સામાજિક જાગૃતિ, ધાર્મિક ચેતના અને રાજકીય ક્ષેત્રે નવા ક્રાંતિકારી મૂલ્યો પ્રસ્થાપિત કર્યા હતા. ધર્મપ્રચાર યાત્રા દરમિયાન પ્રકટ થયેલી ૧૮,૭૫૮ ચોપાઈઓનું સંકલન તારતમ સાગરમાં કરવામાં આવ્યું છે.
માનવીના આધ્યાત્મિક ઉત્થાનની સાથે સમાજ સુધારણાનો સંદેશ આપનાર મહામતિ શ્રી પ્રાણનાથજીએ વિશ્વધર્મની બુનિયાદ ઊભી કરી ભારતીય સંસ્કૃતિની ભવ્યતાને વિશ્વકલ્યાણના સંદેશ સાથે વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો હતો.
ત્રિદિવસીય મહોત્સવના પ્રારંભ પ્રસંગે શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંતશ્રી વિભૂષિત જગદગુરૂ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજ સહિત વિવિધ સંતો-મહંતો તથા રાજકીય અને સામાજિક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
૯મીએ ભવ્ય શોભાયાત્રા મહોત્સવના બીજા દિવસે તા. ૯ ઓક્ટોબરના રોજ સવારે ૧૦ વાગ્યે પ્રાગટ્ય મહોત્સવની મહાઆરતી, દર્શન તથા મંદિરના શિખર ઉપર નૂતન ધ્વજારોહણ કરવામાં આવશે. ત્યારબાદ બપોરે ૩:૩૦ કલાકે શ્રી ૫ નવતનપુરીધામ ખીજડા મંદિર ખાતેથી વિશાળ શોભાયાત્રાનો પ્રારંભ થશે. શોભાયાત્રા જામનગર શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ મહામતિ શ્રી પ્રાણનાથજીના જન્મસ્થાન શ્રી પ્રાણનાથ મેડી મંદિર પહોંચશે અને ત્યારબાદ નગર પરિભ્રમણ કરીને પુન: ખીજડા મંદિર ખાતે સંપન્ન થશે.
તા. ૧૦ ઓક્ટોબરના રોજ સવારે ૧૦:૩૦ કલાકે શ્રી તારતમ સાગરના શ્રી ૧૦૮ પારાયણની પૂર્ણાહુતિ કરવામાં આવશે. જ્યારે તા. ૧૪ ઓક્ટોબરના રોજ મહામતિ શ્રી પ્રાણનાથજીનો છઠ્ઠી ઉત્સવ ઉજવવામાં આવશે.
મહોત્સવ દરમિયાન દરરોજ સવારે ૯થી ૧૧:૩૦ કલાક સુધી શ્રી તારતમવાણીની ચર્ચા, બપોરે ૪થી ૬:૩૦ કલાક સુધી સત્સંગ પ્રવચનો તેમજ રાત્રિના સમયે ભજન સંધ્યા, રાસ-ગરબા અને ધાર્મિક નાટક સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
ધાર્મિક વ્યાખ્યાનોમાં જગદગુરુ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજશ્રી તથા સમગ્ર ભારતમાંથી પધારેલા સંતોના પ્રવચનો અને શ્રી તારતમ સાગરની ચર્ચા યોજાશે. મહોત્સવમાં જામનગર શહેર-જિલ્લા ઉપરાંત બહારગામના વિશિષ્ટ મહેમાનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.
ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત નેપાળ, ભૂતાન, સિક્કિમ તેમજ વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં અનુયાયીઓ અને સુંદરસાથજી જામનગરમાં ઉપસ્થિત રહેશે. મહોત્સવના સુચારુ સંચાલન અને વ્યવસ્થા માટે ટ્રસ્ટીઓની રાહબરી હેઠળ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ આધ્યાત્મિક મહોત્સવની જ્ઞાનગંગામાં પાવન થવા સુંદરસાથજી તથા ધર્મપ્રેમી ભક્તોને ઉપસ્થિત રહેવા શ્રી ૫ નવતનપુરીધામ ખીજડા મંદિર ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
