વેર્સ્ટન ડીસ્ટબન્સની અસરને કારણે મોસમે પણ પક્ષ પલ્ટો કર્યો છે, લગભગ સવા મહીનો વ્હેલો વરસાદ આવ્યો છે, જો કે આ માવઠું છે, ત્યારે કેસર કેરીના પાક ઉપર જોખમ મંડરાયું છે, આગામી દિવસોમાં કેરીના ભાવ પણ વધશે અને અન્ય પાકોને પણ નુકશાન થવાની શકયતા છે, આજથી તા.૧૫ સુધી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, ગઇકાલે કપડવંજમાં કરા પડયા હતાં અને દાહોદમાં પણ ઝાપટા પડયા હતાં જયારે આવતીકાલે જામનગર જિલ્લામાં પણ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન ખાતા દ્વારા આજથી વરસાદની આગાહી કરી છે, ખાસ કરીને જામનગર જિલ્લામાં વરસાદની શકયતા છે, જેના કારણે એક તો કેરીનો પાક ૪૦ ટકા ખરી ગયો છે અને ા.૨૫૦ થી ૩૦૦ કિલો લેખે સારી કેરી મળે છે, જો માવઠુ થશે તો કેરીના પાકને વધુ નુકશાન થશે તેમ પણ જાણવા મળે છે, ઉપરાંત માર્કેટીંગ યાર્ડ અને તંત્ર દ્વારા આ ત્રણ દિવસમાં યાર્ડમાં માલસામાન ન લાવવા ખેડુતોને વિનંતી કરવામાં આવી છે અને જે ખેડુતોનો પાક ખુલ્લામાં રાખવામાં આવ્યો હોય તેને સલામત સ્થળે ખસેડી લેવા જણાવાયું છે.
ગુજરાતમાં તલ, મગફળી, બાજરી, વરયાળી, ઘઉં, કેરી સહિતના પાકો તૈયાર થયા છે, જો ત્રણ દિવસમાં માવઠુ થાય તો પાકને ભારે નુકશાન થશે તેવી પણ શકયતા છે, હવામાન ખાતાએ જણાવ્યું છે કે, ૪૦ કિ.મી. સુધીનો પવન પણ ફુંકાશે અને કેટલાક ગામડાઓમાં કરા પણ પડશે. આ વખતે હાફુસ કેરી અને કેસર કેરી બજારમાં આવી છે, રત્નાગીરી કેરીનો ભાવ ા.૧૪૦ થી ૧૮૦ બોલાય છે અને કેસર કેરીની ઓછી આવક છે પરંતુ સારી કેરી ા.૨૩૦ થી ૨૭૦ના કિલો લેખે મળે છે, જો માવઠુ થાય તો આગામી દિવસોમા કેરી કડવી બનશે તેમ જણાય છે.
આ વર્ષે અલગ-અલગ સ્થળોએ માવઠા થતાં ખેડુતોને માર પડયો છે અને પાકને પણ નુકશાન થયું છે, જો કે સરકારે થોડીઘણી રાહત આપી છે, પરંતુ નુકશાની પુરી શકાય તેમ નથી. આમ, ત્રિદિવસીય માવઠાની અસર ગુજરાતમાં જોવા મળશે અને જામનગર જિલ્લામાં પણ આવતીકાલે વરસાદ પડે તેવી હવામાન ખાતાએ બે દિવસ પહેલા જ આગાહી કરી દીધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech