જામનગર: ધ્રોલ નજીક કારમાંથી દારૂ-બીયરના જથ્થા સાથે બે ઝડપાયા
એલસીબી દ્વારા ૯૬ ચપટા, ૧૩૨ ટીન સહિત ૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે : મીગ કોલોની પાસે દારૂની બોટલો સાથે મહિલાની અટક : દરેડ, ધ્રોલ અને નાઘેડીમાં શરાબ સાથે ૪ ઝબ્બે
જામનગર પોલીસની એલસીબી શાખાએ પૂર્વ બાતમીના આધારે જામનગર રાજકોટ ધોરી માર્ગે ધ્રોલ નજીકથી પસાર થતી કારમાંથી ૨૭૮૮૫ની કિંમતના દારૂ ના જથ્થા સાથે બે શખ્સો ને ઝડપી પાડ્યા હતા. પોલીસે દારૂ ઉપરાંત બે મોબાઈલ અને કાર પણ કબજે કર્યા છે. આ ઉપરાંત દરેડ, ધ્રોલ અને નાઘેડી વિસ્તારમાં ૪ શખ્સોને દારુની બોટલો સાથે દબોચી લીધા હતા, શહેરના મીગ કોલોની રોડ પર શરાબની ૮ બોટલ સાથે એક મહિલાની અટકાયત કરવામાં આવી હતી.
એલસીબીના પી આઈ. વી બી ચૌધરી ની સુચના થી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ વી ભાટીયા ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે દારૂ અંગે બાતમી મળી હતી.
આથી પોલીસ સ્ટાફ જામનગર - રાજકોટ ધોરી માર્ગે ધ્રોલ નજીક વોચ ગોઠવી હતી આ સમયે શંકાસ્પદ હાલતમાં પસાર થતી જીજે-૦૧-કે આર-૨૪૯૬ નંબરની અલ્ટો કાર પસાર થતા પોલીસે તેને આંતરી હતી .અને તલાસી લેતા તેમાંથી ૨૭૮૮૫ ની કિંમત નો દારૂ બિયરનો ૨૨૮ નંગ જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે દારૂ ઉપરાંત ૧૦,૦૦૦ ની કિંમત ના બે નંગ મોબાઈલ તથા બે લાખ ની કિંમત ની કાર મળી કુલ રૂ.૨,૩૭,૮૮૫ કિંમતનો મુદ્દા માલ કબજે કરીને કાંતિભાઈ રમેશભાઈ ભુરીયા (હાલ ખંભાલીંડા, મુળ તા. ભાભરા જી.મધ્ય પ્રદેશ) અને રૂપસિંહ પાંગલિયા સિંગાડીયા ( રહે.હાલ ખંભાલીડા - ધ્રોલ, મૂળ મધ્ય પ્રદેશ) ની ધરપકડ કરી હતી. તપાસ દરમ્યાન જીવા સોમલા ગણાવાનું નામ ખુલ્યુ હતું. આથી આરોપીઓ સામે દારૂ.બંધી ભંગના ગુના અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય દરોડામાં હાલ નાઘેડી અવધનગરી મકાન નં. ૧૮ ખાતે રહેતા મુળ ધનંજયપાર્ક સોસાયટીના જમન કુરજી કણજારીયા નામના શખ્સને ઇંગ્લીશ દારૂની એક બોટલ સાથે દરેડ હરીપાર્ક રોડ પરથી પકડી લીધો હતો, જયારે અવધનગરીમાં રહેતા મુળ ચેલા ગામના સુખદેવસિંહ કનુભા સોલંકીને ઇંગ્લીશ દારૂની ૬ બોટલ સાથે નાઘેડી ગૌશાળા રોડ પરથી દબોચી લેવાયો હતો. ઉપરાંત શહેરના રણજીતનગર હુડકો શિવમ એપાર્ટમેન્ટમાં રહેતી બિજલબેન મિલન દોઢીયા નામની મહિલાને ઇંગ્લીશ દાની ૮ બોટલ સાથે પાછલા તળાવ મીગ કોલોની ખુણા પાસેથી સીટી-એ પોલીસે અટકાયત કરી હતી.
ઉપરાંત ધ્રોલના નાગરશેરીમાં રહેતા લલીત ઉર્ફે લખન દોલતરામ વરીયાણી અને જોડીયાનાકા પાસે રહેતા મહેબુબ સલીમ લાડક નામના શખ્સોને ઇંગ્લીશ દારૂના ૩ ચપલા, ૨ મોબાઇલ અને જયુપીટર બાઇક લઇને ધ્રોલ સ્કુલ રોડ પરથી નીકળતા સ્થાનીક પોલીસે પકડી પાડી કુલ ૩૦૩૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો.