દ્વારકા : દિવાળીના તહેવારમાં જગત મંદિરે શ્રીજીના દર્શનનો સમય

  • October 17, 2025 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચાર ધામોની યાત્રા પૈકીનું દ્વારકા દર વર્ષે લાખો ભકતજનો કાળીયા ઠાકોરને શીશ ઝુકાવા દેશભરમાંથી દ્વારકા આવતા હોય છે ખાસ કરીને દિવાળીના પવિત્ર તહેવારો તેમજ નવા વર્ષના પ્રારંભે જ દ્વારકાધીશના દર્શન કરીને વર્ષનો પ્રારંભ કૃષ્ણ ભકતો કરતા હોય છે તા.૧૯/૧૦ થી ૨૫/૧૦/૨૦૨૫ દરમિયાન દિપાવલી, નુતનવર્ષ ઉત્સવ ઉજવણી અંતર્ગત દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શનનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.


તા.૧૯/૧૦/૨૦૨૫ ધનતેરશ નિત્ય ક્રમ મુજબ, તા.૨૦/૧૦/૨૦૨૫ સોમવાર રૂપ ચર્તુદર્શી દિવાળી મંગળા આરતી સવારે ૫.૩૦ વાગ્યે ૬.૩૦ થી ૭.૩૦ સુધી સ્નાન દર્શન બંધ, અન્ય ક્રમ નિત્ય ક્રમ મુજબ, અનોસર દર્શન બંધ બપોરે ૧.૦૦ વાગ્યે, ઉત્થાપન સાંજે ૫ વાગ્યે, હાટડી દર્શન સાંજે ૮.૧૫ કલાકે, શયન રાત્રે ૯.૪૫ વાગ્યે, તા.૨૧/૧૦/૨૦૨૫ મંગળવારે અન્નકુટ ઉત્સવ મંગળા આરતી સવારે ૬.૩૦ વાગ્યે, ગોર્વધન પુજા સવારે ૧૧.૩૦ વાગ્યે, અનોસર દર્શન બંધ બપોરે ૧.૦૦ વાગયે, અન્નકુટ દર્શન સાંજે ૫ થી ૭ સુધી, શયન રાત્રે ૯.૪૫ વાગ્યે, તા.૨૨/૧૦/૨૦૨૫ બુધવાર નુતનવર્ષ નિત્ય ક્રમ મુજબ તા.૨૩/૧૦/૨૦૨૫ ગુરૂવાર ભાઇબીજ મંગળા આરતી સવારે ૭ વાગ્યે, અન્ય ક્રમ નિત્ય ક્રમ મુજબ રહેશે તેમ નાયબ કલેકટર અને દ્વારકાધીશ મંદિર વહિવટદાર હિમાંશુ એલ. ચૌહાણની યાદીમાં જણાવાયું છુે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application