જામનગર: અલિયાબાડામાં સાસુએ ગરમ પાણી ઉડાડતાં પુત્રવધુ અને પૌત્રી દાઝયા
સાસુ-વહુ વચ્ચે થયેલી બોલાચાલી બાદ બનાવ બન્યો : બંન્ને જી.જી. હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા
અલિયા ગામમાં ઘરકંકાસના બનાવમાં સાસુએ પુત્રવધૂ અને સાત માસની પૌત્રી ઉપર ગરમ પાણી ઉડાડતાં બંને દાઝી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. બનાવને પગલે દાઝી ગયેલી માતા-દીકરીને તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
અલિયા ગામની મેઇન બજારમાં રહેતા અને ખેતીકામ કરતા જુનેદભાઈ ઇકબાલભાઈ વિંઘાણી (ઉ.વ.૩૯)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.૨૫ સપ્ટેમ્બરના રોજ સવારે તેમની પત્ની મુસ્કાન અને તેમની માતા મેમુનાબેન વચ્ચે બોલાચાલી થઈ હતી અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ બપોરે આશરે બે વાગ્યાના અરસામાં જુનેદભાઈ વાડીએ જતા રહ્યા હતા.
દરમિયાન ઘરે તેમની માતા મેમુનાબેન, પત્ની મુસ્કાન અને તેમની સાત માસની પુત્રી આઇશા હાજર હતાં. બપોરે આશરે ત્રણ વાગ્યાના અરસામાં જુનેદભાઈને ફોન આવ્યો હતો કે પત્ની મુસ્કાન અને પુત્રી આઇશા દાઝી ગયાં હોવાનું જણાવી તાત્કાલિક ઘરે આવવા કહ્યું હતું.
ફરિયાદ મુજબ, જુનેદભાઈ ઘરે પહોંચતાં પત્ની મુસ્કાન અને પુત્રી આઇશા દાઝેલી હાલતમાં જોવા મળ્યાં હતાં. પત્નીએ તેમને જણાવ્યું હતું કે તે પુત્રી આઇશાને લઈને રૂમમાં બેઠી હતી ત્યારે સાસુ મેમુનાબેન ગરમ પાણી ભરેલી ડોલ લઈને આવ્યાં હતાં અને અચાનક બંને ઉપર ગરમ પાણી ઉડાડતાં માતા-દીકરી દાઝી ગયાં હતાં. બંનેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
જુનેદભાઈએ માતા મેમુનાબેન ઇકબાલભાઈ વિંઘાણી વિરુદ્ધ પત્ની અને પુત્રી ઉપર જાણીજોઈને ગરમ પાણી ઉડાડી શરીરે દાઝી ઈજા પહોંચાડ્યાનો આક્ષેપ કરી કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
