જામનગરના રબ્બાની પાર્કમાં પત્ની પર તલવારથી જીવલેણ હુમલો

  • August 20, 2026 04:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના રબ્બાની પાર્કમાં પત્ની પર તલવારથી જીવલેણ હુમલો

જામનગરના મોરકંડા રોડ પર આવેલ રબ્બાની પાર્કમાં ગઇકાલે વિફરેલા પતિએ તલવાર વડે હુમલો કરી પત્નીને ગંભીર ઇજા પહોચાડતા સારવારમાં ખસેડવામાં આવી છે આ અંગે પતિ સામે હત્યાની કોશિષ અંગેનો ગુનો નોંધીને તપાસ લંબાવવામાં આવી છે, આ બનાવે આ વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે.

જામનગરના બેડી દિવેલીયા ચાલી ખાતે રહેતા નશીમબેન બોદુભાઇ વગીડા (ઉ.વ.૫૫) નામના મહિલાએ સીટી-એ ડીવીઝનમાં ગઇકાલે મોરકંડા રોડ રબ્બાની પાર્ક શેરી નં. ૧માં રહેતા હબીબ હશનભાઇ મજબુલ નામના શખ્સ સામે બીએનએસ કલમ ૧૦૯(૧), ૧૧૮(૧), ૧૧૮(૨), જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી.

આ અંગેની વિગત મુજબ ફરીયાદીના પુત્રી રેશમાબેન (ઉ.વ.૩૨) પર તેનો આરોપી પતિ હબીબ શંકા વહેમ કરતો હોય જેથી રિસામણે જતી રહી હતી અને ચાર દિવસ પહેલા સમાધાન કરીને આરોપી પત્નીને લઇ ગયો હતો, દરમ્યાન ગઇકરાલે ફરી શંકા-વહેમ અને બોલાચાલી કરી એકદમ ઉશ્કેરાઇ ગયો હતો.

હબીબે ઉશ્કેરાઇને રેશમાબેન પર તલવાર વડે હુમલો કરી માથા, ગળા, બંને હાથ અને કાન પાસે આડેધડ ઘા મારી દાંત પાડી નાખી ખુન કરવાની કોશિષ કરી ગંભીર ઇજાઓ પહોચાડી નાશી ગયો હતો. બીજી બાજુ ઇજાગ્રસ્ત યુવતિને સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી, ફરીયાદના આધારે પીએસઆઇ જોરીયા તપાસ ચલાવી રહયા છે આ બનાવે રબ્બાની પાર્ક વિસ્તારમાં ચકચાર જગાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application