જામનગર પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ૮ વર્ષની માસૂમ બાળકી પર 'પોક્સો વિથ મર્ડર'ના ગુનામાં નરાધમને ફાંસીની સજા
પોલીસે માત્ર ૩૫ દિવસમાં પુરાવાલક્ષી ચાર્જશીટ રજૂ કરી દાખલારૂપ કામગીરી કરી
વર્ષ ૨૦૨૫ના જામનગર જિલ્લાના સિક્કા ખાતે ૮ વર્ષની માસૂમ બાળકીને આશરે એક માસ સુધી શારીરિક ત્રાસ આપી, પ્રતાડિત કરી, શરીરના ગુપ્ત ભાગો તથા છાતી પર દિવાસળીથી ડામ આપી, લોખંડના દસ્તા-ધોકા વડે માર મારી તેમજ દીવાલ સાથે ભટકાડી નિર્મમ હત્યા કરવાનો અત્યંત ધૃણાસ્પદ બનાવ બન્યો હતો.
આ ગુનો શરૂઆતમાં અનડિટેક્ટ હતો. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવતા આરોપી નીતિન ડોસાજી માણેક (રહે. સિક્કા, જામનગર)ની સંડોવણી સામે આવી હતી. પોલીસે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી સાયન્ટિફિક, ટેકનિકલ અને દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કર્યા હતા. પોલીસ ટીમે પ્રશંસનીય કામગીરી કરી બનાવના માત્ર ૩૫ દિવસમાં જ નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.
નામદાર પોક્સો કોર્ટ સમક્ષ સરકારી વકીલ દ્વારા કુલ ૨૩ સાહેદો અને ૯૫ જેટલા દસ્તાવેજી પુરાવાઓની ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. તમામ પુરાવા અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ નામદાર પોક્સો કોર્ટે આ કેસને 'રેરેસ્ટ ઓફ ધી રેર' ગણી આરોપી નીતિન ડોસાજી માણેકને ખૂનના ગુનામાં ફાંસીની સજા (મૃત્યુદંડ), પોક્સો એક્ટ હેઠળ આજીવન કેદ તથા ₹૫૦,૦૦૦/- નો દંડ ફટકાર્યો છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બાળકી અને તેના પરિવારને ટૂંકા ગાળામાં ન્યાય અપાવવા બદલ જામનગર પોલીસ ટીમ તથા સરકારી વકીલોની કામગીરીને બિરદાવી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
