દ્વારકામાં નિયમભંગ મુદ્દે સિલ કરવાની માંગ: દ્વારકાની એક હોટલ વિરૂઘ્ધ વડાપ્રધાન કાર્યાલય સુધી રજૂઆત 

  • May 15, 2026 01:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકામાં નિયમભંગ મુદ્દે સિલ કરવાની માંગ: દ્વારકાની એક હોટલ વિરૂઘ્ધ વડાપ્રધાન કાર્યાલય સુધી રજૂઆત 

અગાઉ પણ આ હોટલ અનેક વિવાદોમાં આવી હતી દ્વારકા પંથકમાં ભારે ચકચાર

દ્વારકામાં હાથી ગેઇટ નજીક આવેલ હોટલ ’ઇરા’ વિરુદ્ધ સ્થાનિક સ્તરે ફરીયાદ પછી હવે વડાપ્રધાન કાર્યાલય સુધી રજૂઆત થતા ખળભળાટ થયો છે. તથા નિયમભંગ બદલ મિલ્કત સિલ કરવાની માંગ કરવામાં આવી છે.

આ હોટલ વિ‚ઘ્ધ ભૂતકાળમાં થયેલ રજૂઆત સંદર્ભે સ્થાનિક તંત્ર દ્વારા તપાસ કરતા બે મહિના માટે તેનાં જાહેર ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો હતો.જે પછી સંબંધિતોનાં  સોગંદનામા તથા ફાયર એન.ઓ.સી વગેરે પૂર્તતા થતા વપરાશની પરવાનગી બહાલ થઇ હતી.

આ હોટલમાં નિયમ મુજબ માર્જીન ન મૂકવા અંગે, જમીનનાં બિનખેતી પ્રક્રિયામાં વાંધા હોવા અંગે, મંજુરી વગરનાં વધારાનાં બાંધકામ વગેરે બાબતે આરોપો લગાવી ફરીથી અહી તટસ્થ ટેક્નિકલ સમીક્ષા કરવામાં આવે તેવી માંગ સાથે ત્યાં સુધી સુરક્ષાનાં કારણોસર હોટલ સિલ કરવા માટે મૂળ અરજદાર પરેશભારથી કેશુભારથી ગોસાઈ દ્વારા હવે વડાપ્રધાન કાર્યાલય સુધી રજૂઆત કરવામાં આવતા ખળભળાટ થયો છે.

રજૂઆતમાં તંત્ર દ્વારા ભૂતકાળમાં હોટલના જાહેર ઉપયોગને બે મહિના પ્રતિબંધિત રાખ્યા પછી રાજકીય દબાણવશ હોટેલને ફરી ધમધમતી કરવા મંજૂરી આપી દેવાઈ હોવાનો આરોપ પણ લાગ્યો છે જેને પગલે આ પ્રકરણમાં ગરમાવો આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News