ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ ૨૦૨૬માં જિયોની ગીગા મીમો રેડિયો ટેક્નોલોજીનું પ્રદર્શન
૬ ટેક્નોલોજી અપનાવવામાં ભારત અગ્રણી દેશોમાં સ્થાન મેળવી શકે છે: જિયો
૫ની તુલનામાં નેટવર્ક ક્ષમતામાં પાંચ ગણો વધારો અને લેટન્સીમાં દસ ગણો ઘટાડો કરવાનો લક્ષ્યાંક
ભારતની અગ્રણી ટેલિકોમ કંપની જિયો હવે ૬ ટેક્નોલોજીના યુગમાં પ્રવેશવા સજ્જ થઈ રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૩૦માં ૬નાં વૈશ્વિક ધોરણો નક્કી થયા બાદ આ અદ્યતન ટેક્નોલોજીનો પ્રારંભ કરનારા અગ્રણી દેશોમાં ભારત સ્થાન મેળવી શકે છે.જિયોએ ૬ પૂર્વેની ટેક્નોલોજી આધારિત પોતાની પ્રી-૬ સ્ટેક સિસ્ટમ અને ગીગા મીમો રેડિયો વિકસાવ્યાં છે. નવી દિલ્હીમાં ચાલી રહેલી ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ ૨૦૨૬માં આ બન્ને અદ્યતન ટેક્નોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.
જિયોના જણાવ્યા અનુસાર, ૬ નેટવર્કની ક્ષમતા હાલના ૫ નેટવર્કની સરખામણીએ પાંચ ગણી વધુ ઝડપી બની શકે છે, જ્યારે નેટવર્કમાં વિલંબ (લેટન્સી) ઘટાડીને લગભગ દસમા ભાગનો કરવાનો લક્ષ્યાંક છે.સરળ શબ્દોમાં કહીએ તો, ૬ નેટવર્ક એકસાથે વધુ પ્રમાણમાં ડેટાની આપ-લે કરી શકવાની સાથે એકસમાન સમયમાં એકથી વધુ વપરાશકર્તાઓને વધુ ઝડપી સેવા આપી શકશે. એટલું જ નહીં, હાલની સરખામણીએ વધુ ઝડપથી કોઈ પણ આદેશનો પ્રતિસાદ પણ આપી શકશે. સાથે જ, ૬માં ડેટાની ઝડપમાં પણ નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે.આ પ્રગતિથી રિયલ-ટાઇમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, હોલોગ્રાફિક વીડિયો, આરોગ્યસેવા, શિક્ષણ અને નવી પેઢીની અન્ય ડિજિટલ સેવાઓમાં નવી ઉપલબ્ધિઓના દ્વાર ખૂલી શકે છે.
જિયોના પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ તેની ગીગા મીમો રેડિયો ટેક્નોલોજી છે, જેને કંપની ભારતની પ્રથમ ટેક્નોલોજી ગણાવે છે. જિયોએ એક એવું સંયુક્ત બેઝબેન્ડ યુનિટ પણ રજૂ કર્યું છે, જે ૫ અને ૬ બંને ટેક્નોલોજીને સપોર્ટ કરી શકે છે.
આ તકે, ઉલ્લેખનીય છે કે, ૬ની દિશામાં આગળ વધવાની સ્પર્ધા માત્ર નેટવર્કની વધુ ક્ષમતા કે ઝડપી પ્રતિસાદ સમય પૂરતી મર્યાદિત રહેતી નથી. તેમાં આગામી પેઢીની કનેક્ટિવિટીનું સ્વરૂપ નક્કી કરનારી ટેક્નોલોજી વિકસાવવામાં અને તેના વૈશ્વિક ધોરણો ઘડવામાં યોગદાન આપવું પણ એટલું જ મહત્વપૂર્ણ રહેશે.જિયોના જણાવ્યા અનુસાર, કંપનીએ ૬ સંબંધિત સેંકડો પેટન્ટ સહિત ૮,૦૦૦થી વધુ પેટન્ટ માટે અરજીઓ કરી છે. વૈશ્વિક ધોરણોના નિર્ધારણમાં પણ કંપનીએ ૯૩૪થી વધુ યોગદાન આપ્યાં હોવાનો દાવો કર્યો છે.
જિયોને અપેક્ષા છે કે ૬ ટેક્નોલોજીથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સેવાઓ વધુ ઝડપી અને પ્રતિભાવશીલ બનશે. ખાસ કરીને, જ્યાં ત્વરિત માહિતી અને સચોટ જવાબો મેળવવા જરૂરી હોય તેવા સંજોગોમાં આ ટેક્નોલોજી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.માં જિયોએ ખેડૂતો, તબીબો અને વિદ્યાર્થીઓ માટે કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત સેવાઓની પ્રતિબદ્ધતાઓ પણ રજૂ કરી હતી. આ ઉપરાંત, જિયો -આધારિત અને ક્વોન્ટમ ટેક્નોલોજી સામે વધુ સુરક્ષિત નેટવર્ક વિકસાવવાની દિશામાં પણ કામ કરી રહ્યું છે. આ પહેલનો હેતુ વધુ ઝડપી કનેક્ટિવિટી સાથે નેટવર્કની સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો છે.
જિયાની ૬ ક્ષેત્રે મહત્વાકાંક્ષા માત્ર મોબાઇલ નેટવર્કની આગામી પેઢી શરૂ કરવા પૂરતી મર્યાદિત નથી.કંપની હાર્ડવેર, સોફ્ટવેર, પેટન્ટ અને વૈશ્વિક ધોરણો એમ ચાર મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં પોતાની મજબૂત ઉપસ્થિતિ સ્થાપિત કરવા માગે છે.
મહત્વપૂર્ણ છે કે, જિયોએ પોતાની ૬ પરિકલ્પનાને ભારતનું ૬ સાકાર થવાની દિશામાં અને ભારતથી સમગ્ર વિશ્વ સુધી એમ બે મુખ્ય વિષયો દ્વારા રજૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
