ઓખા વિસ્તારમાં મહિલા સંચાલિત દેશી દારૂ પીવાનું પીઠું ઝડપાયું
ગ્રાહકો, બુટલેગરો સહિત નવ ઝબ્બે : એલસીબીના દરોડામાં પાંચ લાખનો મુદ્દામાલ કબજે
ઓખા વિસ્તારમાં શનિવારે બપોરે એલ.સી.બી. પોલીસે કરેલી કાર્યવાહીમાં આર.કે. બંદર વિસ્તારમાં એક મહિલા દ્વારા પોતાના વાડામાં ગ્રાહકોને દેશી દારૂ પીવા માટેની સુવિધા પૂરી પાડી, ચાલતા પીઠ્ઠામાં દરોડો પાડી, આ પ્રકરણમાં બુટલેગરો, ગ્રાહકો સહિતના નવ શખ્સોને કુલ રૂ. ૪.૯૯ લાખના મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યા હતા.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ઓખાના નવીનગરી વિસ્તારમાં રહેતા વલુબેન સંચાલભા માણેક નામના મહિલા દ્વારા ઓખામાં આવેલી આર.કે. જેટી સામેના વાડામાં અન્ય એક આરોપી એવા ગઢેચી ગામના ઓઘડભા બુધાભા સુમણીયા નામના શખ્સ પાસેથી દેશી દારૂનો જથ્થો મેળવી, પોતાના મળતીયા માણસો દ્વારા આ દેશી દારૂનો જથ્થો મંગાવીને પોતાના વાડામાં રાખવામાં આવતો હતો. અહીં ઉપરોક્ત મહિલા દ્વારા આરોપી ભાણજી જેસા મજેઠીયા, જેન્તી લખમણ ડાભી, રમેશ બચુ બાંભણિયા, ગૌતમ વજુ મજેઠીયા અને નાજા ઝીણા સોલંકી નામના ગ્રાહકોને દેશી દારૂ પીવા માટે તેમના વાડામાં ગ્લાસ, પાણી, બાઈટિંગ, બેઠક વ્યવસ્થા વિગેરે જેવી વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી હતી.
અહીં, મહિલા દ્વારા દારૂનું પીઠું ખોલી અને જરૂરી વ્યવસ્થા ગોઠવી, મળતીયાઓ મારફતે નિયંત્રણ રાખી, અન્ય ચાર આરોપીઓ એવા રાજેશ હરીશ રામપરિયા, ભાવેશભા દોલુભા માણેક, શિવરાજભા ઉર્ફે શિવલો જીમલભા જામ અને જયરાજ વનરાજભા જામ નામના ચાર શખ્સોને દેશી દારૂનું વેચાણ કરવા તથા વ્યવસ્થા માટે રાખવામાં આવ્યા હોવાનું વધુમાં ખુલ્યું છે.
આ રીતે એકબીજાની મદદગારી કરી, કાવતરું રચીને ગ્રાહકોને દેશી દારૂ પૂરો પાડીને વાહનોમાં દેશી દારૂની હેરાફેરી કરી, એકબીજાની મદદગારી કરવામાં આવતી હોવા અંગેનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ પ્રકરણમાં પોલીસે રૂ. ૪૭,૦૦૦ ની કિંમતનો ૨૩૫ લિટર દેશી દારૂ, હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતી રૂ. ૩,૦૦,૦૦૦ ની કિંમતની મોટરકાર રૂપિયા ૯૦,૦૦૦ ની કિંમતના બે મોટરસાયકલ, રૂ. ૪૫,૦૦૦ ની કિંમતના ચાર મોબાઈલ ફોન ઉપરાંત રૂ. ૧૭,૦૦૦ ની રોકડ રકમ સાથે દારૂ માટેના ખાલી ગ્લાસ, નમકીનની પડીકીઓ, પાણીની બોટલ, દેશી દારૂના પ્લાસ્ટિકના ઝબલા સહિત કુલ રૂપિયા ૪,૯૯,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી, નવ આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી હતી. જ્યારે વલુબેન માણેક અને ઓઘડભા બુધાભાઈ સુમણીયાને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
એલસીબી વિભાગના હેડ કોન્સ. ખીમાભાઈ કેશુરભાઈ કરમુરની ફરિયાદ પરથી ઓખા મરીન પોલીસે તમામ ૧૧ આરોપીઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.એમ. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
