જામનગર: સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વસઈ ગ્રામ પંચાયત ખાતે મહિલા અને બાળ વિકાસલક્ષી કાર્યક્રમ યોજાયો
ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને દીકરી વધામણા કીટનું વિતરણ કરાયું
જામનગર તા.18, સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જામનગર તાલુકાના વસઈ ગ્રામ પંચાયત ખાતે ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મહિલા અને બાળ વિકાસલક્ષી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે 'બેટી બચાવો, બેટી પઢાવો' યોજના અંતર્ગત લાભાર્થીઓને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના વરદહસ્તે 'દીકરી વધામણા કીટ' અર્પણ કરી દીકરીના જન્મને પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો તેમજ તમામ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત, 'વ્હાલી દીકરી' યોજનાનો મહત્તમ લાભ મેળવી દીકરીઓને શિક્ષિત, સશક્ત અને આત્મનિર્ભર બનાવવા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન બાલિકા પંચાયતના સરપંચ તથા સભ્યો દ્વારા પોતાના ગામના વિવિધ પ્રશ્નોની સરાહનીય રજૂઆત કરવામાં આવી હતી. બાલિકા પંચાયતના સરપંચશ્રીએ ભારત સરકાર અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મહિલા કલ્યાણકારી યોજનાઓ અને બાલિકા પંચાયત જેવા મંચ થકી આજે દીકરીઓમાં નેતૃત્વ, નિર્ણયક્ષમતા અને સામાજિક જવાબદારીના ગુણોનું સુચારુ સિંચન થઈ રહ્યું છે.
આ કાર્યક્રમમાં આગેવાન હરપાલસિંહ ચુડાસમા, ગિરિરાજસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, જામનગર તાલુકા પંચાયતની સામાન્ય ન્યાય સમિતિના ચેરમેન પ્રવિણભાઈ ચૌહાણ, સરપંચ ઘનશ્યામસિંહ જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મહિલા અને બાળ અધિકારી તેમજ સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વિમેનના અધિકારીઓ અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
