જામનગરમાં નમો નાદ ભકિતમય સંગીત સંઘ્યામાં શહેરીજનો ઝૂમી ઉઠયા

  • September 21, 2026 01:20 PM 

જામનગરમાં નમો નાદ ભકિતમય સંગીત સંઘ્યામાં શહેરીજનો ઝૂમી ઉઠયા

ઉત્સાહ: જાણીતા કલાકાર ઇશાની દવે, હાર્દીક દવે અને રાજ ગઢવીએ ભજન અને ગીતોની રમઝટ બોલાવી, દર્શકોએ મનભરીને કાર્યક્રમ માણ્યો

જો મારા આયોજનના કારણે વરસાદ આવતો હોય તો વરસાદ ઉપર આ પ્રકારના ૧૦૦ કાર્યક્રમો કુરબાન: સાંસદ પૂનમબેન માડમ

​​​​​​​જામનગરમાં સાંસદ દ્વારા આયોજીત નમો નાદ ભકિતમય સંગીત સંઘ્યામાં શહેરજનો ઝૂમી ઉઠયા હતાં.  જાણીતા કલાકાર ઇશાની દવે, હાર્દીક દવે અને રાજ ગઢવીએ ભજન અને ગીતોની રમઝટ બોલાવી હતી. દર્શકોએ મનભરીને કાર્યક્રમ માણ્યો હતો. આ પ્રસંગે જો મારા આયોજનના કારણે વરસાદ આવતો હોય તો વરસાદ ઉપર આ પ્રકારના ૧૦૦ કાર્યક્રમો કુરબાન તેમ સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું. ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન અને તેઓના મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રી તરીકે રાષ્ટ્રીય સેવાને ૨૫ વર્ષ પૂર્ણ થતાં આ પ્રસંગે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા રવિવારે રાત્રીના શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભકિતમય સંગીત સંઘ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાણીતા કલાકાર ઇશાની દવે, હાર્દિક દવે અને રાજ ગઢવીએ ભજનો અને ગીતની રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતાં અને ભજન તથા ગીતની મોજ માણી હતી. શહેરીજનોની સાથે સાંસદ પણ ઝૂમી ઉઠયા હતાં. આ ગૌરવપૂર્ણ કાર્યક્રમ પૂર્વે ગાજવીજ સાથે વરસાદનું જોરદાર ઝાપટું વરસ્યું હતું. ત્યારે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે જો મારા આયોજનના કારણે વરસાદ આવતો હોય તો વરસાદ ઉપર આ પ્રકારના ૧૦૦ કાર્યક્રમો કુરબાન છે. કારણ કે, બંને જિલ્લામાં વરસાદની હજુ પણ ખૂબજ જ‚રિયાત છે. આ કાર્યક્રમમાં ધારાસભ્યો, નગરસેવકો, શહેર-જિલ્લાના ભાજપના આગેવાનો તથા અન્ય જુદા-જુદા ક્ષેત્રના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application