દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યાના ૧૩ વર્ષ બાદ પણ પીજીવીસીએલની અલગ સર્કલ કચેરી ન મળતા મુશ્કેલી
ઉર્જામંત્રી સમક્ષ અલગ કચેરી શરૂ કરવા સાંસદ જીતેન્દ્ર કણઝારીયાની રજૂઆત
દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના થયાને ૧૩ વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની અલગ સર્કલ કચેરી હજુ સુધી શરૂ થઈ શકી નથી. જિલ્લાના નાગરિકો અને વીજ ગ્રાહકોને વહીવટી કામકાજ માટે આજે પણ જામનગર સ્થિત સર્કલ કચેરી પર નિર્ભર રહેવું પડી રહ્યું છે. આ વહીવટી વિલંબ અને પ્રજાની હાલાકીને ધ્યાને રાખીને રાજ્યસભાના સાંસદ જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારીયાએ રાજ્યના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈને પત્ર પાઠવી દેવભૂમિ દ્વારકામાં તાત્કાલિક અલગ સર્કલ કચેરી મંજૂર કરી શરૂ કરવા રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે સામાન્ય વહીવટી નિયમ મુજબ નવો જિલ્લો અસ્તિત્વમાં આવે ત્યારે પીજીવીસીએલ દ્વારા સર્કલ કચેરી તેમજ સુપ્રિન્ટેન્ડિંગ ઈજનેરની નવી પોસ્ટ ફાળવવાની રહે છે. દ્વારકાની સાથે જ બનેલા બોટાદ જિલ્લામાં આ પ્રકારની સર્કલ કચેરી ઘણા સમય પહેલાં જ કાર્યરત થઈ ચૂકી છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લો આ સુવિધાથી હજુ પણ વંચિત છે.
હાલની સ્થિતિએ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું સમગ્ર વહીવટી સંચાલન જામનગર સર્કલ કચેરી હેઠળ ચાલી રહ્યું છે. જેના કારણે જોડિયાથી માંડીને ઓખા સુધીના વિશાળ ક્ષેત્રનો વહીવટી બોજ એકલી જામનગર કચેરી પર રહે છે. આ ભૌગોલિક અંતરના લીધે ખંભાળિયા, દ્વારકા અને કલ્યાણપુર જેવા છેવાડાના તેમજ દરિયાકાંઠાના વિસ્તારના ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય નાગરિકોને સર્કલ કક્ષાના નાના-મોટા પ્રશ્નો અને કામકાજ માટે જામનગર સુધી લાંબો ધક્કો ખાવો પડે છે, જેનાથી સમય અને નાણાંનો વ્યય થાય છે.
અગાઉ કિસાન સંઘ સહિતના વિવિધ સામાજિક અને ખેડૂત સંગઠનો દ્વારા પણ આ મામલે સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી. જો દેવભૂમિ દ્વારકા ખાતે સ્વતંત્ર પીજીવીસીએલ સર્કલ કચેરી શરૂ કરવામાં આવે તો વીજ કંપની સંબંધિત વહીવટી પ્રશ્નોનો સ્થાનિક સ્તરે જ ઝડપી નિકાલ શક્ય બનશે અને સ્થાનિક લોકોને મોટી રાહત મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
