આઈ.ટી.આઈ. જામનગર ખાતે ૦૫ ઓક્ટોબરના રોજ વરિષ્ઠ નાગરિકો માટે નિઃશુલ્ક ‘ડિજિટલ સાક્ષરતા તાલીમ’નું આયોજન
તાલીમમાં સ્માર્ટફોન, UPI, ઓનલાઈન બેંકિંગ અને સાયબર સુરક્ષા અંગે વડીલોને અપાશે પ્રેક્ટિકલ તાલીમ
સામાજિક સેવા ક્ષેત્રે સક્રિય કાર્યરત ‘સેવા સંકલ્પ’ સંસ્થા દ્વારા ‘સેવા એ જ સંકલ્પ’ના સૂત્રને સાર્થક કરતા વરિષ્ઠ નાગરિકોને ડિજિટલ યુગ સાથે જોડવા અને તેઓ આત્મનિર્ભર બને તેવા હેતુથી વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. "ડિજિટલ સાક્ષરતા - સ્માર્ટ વડીલ, સ્માર્ટ ભારત" વિષય અંતર્ગત યોજાનાર આ કાર્યક્રમ દ્વારા જામનગરના વડીલોને આજના સમયમાં અનિવાર્ય બની ગયેલા ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરતા શીખવવામાં આવશે.
આજના આધુનિક સમયમાં દરેક સેવાઓ અને કામગીરી ઓનલાઈન તથા મોબાઈલ આધારિત બની ગઈ છે, ત્યારે વડીલો આ વ્યવસ્થામાં પાછળ ન રહી જાય તે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ નિઃશુલ્ક તાલીમ કાર્યક્રમ આગામી તારીખ ૦૫ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ITI જામનગરના કોન્ફરન્સ હોલ ખાતે યોજાશે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત વરિષ્ઠ નાગરિકોને સ્માર્ટફોનનો સરળ ઉપયોગ, વોટ્સએપ અને વિડીયો કોલિંગ, UPI, Google Pay તથા PhonePe દ્વારા સુરક્ષિત નાણાકીય લેવડ-દેવડ અંગે માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત ઓનલાઈન બેંકિંગ, પેન્શન સ્લીપ, જીવન પ્રમાણપત્ર મેળવવાની રીત તેમજ આયુષ્માન કાર્ડ, આધાર અને ડિજિલોકર જેવી સરકારી યોજનાઓનો ઉપયોગ શીખવવામાં આવશે. હાલના સમયમાં વધતા જતા સાયબર ગુનાઓ સામે રક્ષણ મેળવવા માટે સાયબર છેતરપિંડીથી બચવાની સંપૂર્ણ જાણકારી પણ અપાશે. સાથોસાથ ઈ-ગવર્નન્સ સેવાઓ અંતર્ગત ઘરે બેઠા સરકારી યોજનાઓની માહિતી, લાઈટ બિલ ભરવું, બસ કે રેલવે ટિકિટ બુક કરાવવી અને ડિજિટલ હેલ્થ રેકોર્ડ્સ મેળવવા અંગે પ્રેક્ટિકલ તાલીમ પૂરી પાડવામાં આવશે.
આ કાર્યક્રમ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને ઉપસ્થિત નાગરિકોને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવનાર હોવાથી તમામ સહભાગીઓને પોતાનો સ્માર્ટફોન સાથે લાવવા જણાવાયું છે. જામનગરના તમામ વરિષ્ઠ નાગરિકો તથા તેમના પરિવારજનોને આ કાર્યક્રમનો બહોળો લાભ લેવા અને વધુમાં વધુ સંખ્યામાં એસ.ટી. ડેપો સામે, સુમેર ક્લબ રોડ સ્થિત આઈ.ટી.આઈ જામનગર ખાતે ઉપસ્થિત રહેવા આચાર્ય દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
