જામનગર જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અન્વયે જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
નવા રજિસ્ટ્રેશન, ક્લિનિક વેરિફિકેશન તથા પેન્ડિંગ કોર્ટ કેસોના ઝડપી નિરાકરણ અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાઈ
જામનગર જિલ્લામાં 'પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ ૧૯૯૪' ના ચુસ્ત અમલીકરણ અને સતત સુપરવિઝન માટે જિલ્લા પંચાયત ખાતે ‘જિલ્લા સલાહકાર સમિતિ’ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં ભૃણ હત્યા અટકાવવા માટેની કાયદાકીય જોગવાઈઓ તથા વહીવટી પ્રક્રિયાઓને વધુ વેગવંતી બનાવવા અંગેના વિવિધ એજન્ડાઓ પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
બેઠકની શરૂઆતમાં ગત મીટિંગની કામગીરીના અહેવાલનું વાંચન કરી તેના પર લેવાયેલા પગલાંની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત સમિતિ સમક્ષ આવેલી વિવિધ અરજીઓ અને પ્રસ્તાવોને ધ્યાને લઈ, નવા સોનોગ્રાફી સેન્ટરો, ક્લિનિક્સને રજિસ્ટ્રેશન આપવા તેમજ કાર્યરત ક્લિનિક્સના રજિસ્ટ્રેશન રિન્યૂ કરવા અંગે સર્વાનુમતે નિર્ણયો લેવામાં આવ્યા હતા.
ક્લિનિક વેરિફિકેશન રિવ્યૂ અંતર્ગત જિલ્લામાં કાર્યરત તમામ સેન્ટરોની તપાસણીની કામગીરીની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી અને વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સુદ્રઢ તેમજ પારદર્શી બનાવવા જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા.બેઠક દરમિયાન જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરીએ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ જિલ્લા કક્ષાએ તેમજ ગુજરાત હાઈકોર્ટ ખાતે પેન્ડિંગ કેસોનું ઝડપી નિરાકરણ લાવવા સંબંધિત મહત્વપૂર્ણ કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ સમીક્ષા બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પંકજકુમાર સિંઘ, ડો. નુપુરકુમારી પ્રસાદ, ડો. આર.બી. ગુપ્તા સહિત સમિતિના સરકારી અને બિન-સરકારી સભ્યો તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
