ખંભાળિયાની વિજય હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ જિલ્લા કક્ષાની રંગોળી સ્પર્ધામાં ઝળકી

  • October 08, 2026 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાની વિજય હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ જિલ્લા કક્ષાની રંગોળી સ્પર્ધામાં ઝળકી

દ્વારકા ખાતે મહાનુભાવોના હસ્તે કરાયું સન્માન

દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા ખીલે તેવા હેતુથી સેવાના રંગ, રાષ્ટ્રના સંગ વિષય અંતર્ગત જિલ્લા કક્ષાની રંગોળી કોલાજ વર્ક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ સ્પર્ધામાં ખંભાળિયાની વી.એચ. અને વી.એચ. હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ અનાજ, પાંદડા, ફૂલો તેમજ વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરીને ડિજિટલ ઈન્ડિયાથ અને રાષ્ટ્રીય પ્રતીકોથ જેવી અદ્ભુત રંગોળીઓ તૈયાર કરી હતી. આ સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીની ખુશાલી નકુમએ દ્વિતિય સ્થાન અને વૈષ્ણવી ચોપડાએ તૃતિય સ્થાન પ્રાપ્ત કરીને શાળા તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે.

આ સફળતા બદલ બંને વિદ્યાર્થીનીઓને શાળાના આચાર્યના પ્રોત્સાહન તથા શિક્ષિકા નીલાબેન અમરસડા અને વિમિતાબેન સંઘાણીનું ઉત્કૃષ્ટ વિશેષ પ્રાપ્ત થયું હતું. તાજેતરમાં દ્વારકા ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રાથ ના કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આ બંને વિજેતા વિદ્યાર્થીની બહેનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિ બદલ શાળા પરિવાર, ટ્રસ્ટીઓ અને શિક્ષકોએ આ વિજેતા વિદ્યાર્થીનીઓ તથા માર્ગદર્શક ટીમને અભિનંદન પાઠવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application