જામનગર જિલ્લાના ધ્રોલમાં એમ્બ્યુલન્સને રસ્તો આપવા ઊભેલી કારના ચાલક પર હુમલો

  • October 10, 2026 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલમાં એમ્બ્યુલન્સને રસ્તો આપવા ઊભેલી કારના ચાલક પર હુમલો

બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

જામનગર જિલ્લાના ધ્રોલમાં ૧૦૮ એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે પોતાની કાર સાઈડમાં ઊભી રાખનાર યુવાન પર બે શખ્સોએ હુમલો કરી માથામાં પથ્થર મારી ઈજા પહોંચાડી, મેઈન રોડ ગાંધી ચોક પાસેથી રોંગ સાઈડમાં એક્ટિવા (GJ-10-EJ-7000) પર આવેલા મયલા ભીખા વરુ નામના શખ્સે કાર પાસે આવીને ગાળાગાળી કરી હતી, મયલા વરુએ કારની બારીમાંથી અબ્બાસભાઈનો કાંઠલો પકડીને રસ્તા પર પડેલો પથ્થર માથાના ભાગે મારી દીધો હતો.

સીદા ભીખા વરુ ત્યાં ઘસી આવ્યો હતો અને અબ્બાસભાઈનું ગળું પકડીને "મારા ભાઈ વિશે પોલીસ ફરિયાદ કરીશ તો મજા નહીં આવે" તેવી ધમકી આપી હતી. મયલા ભીખા વરુ અને સીદા ભીખા વરુ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસમાં ફરિયાદ નોંધાવી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application