આઈ.ટી.આઈ. જામનગર ખાતે 'નશા મુક્ત ભારત અભિયાન' અંતર્ગત જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
નશાબંધી અને આબકારી ખાતાના સહયોગથી તાલીમાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધા અને વ્યસનમુક્તિ શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરાયું
ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જામનગર ખાતે 'નશા મુક્ત ભારત અભિયાન' અંતર્ગત નશાબંધી અને આબકારી ખાતાના સહયોગથી નશાબંધી નીતિ અંગેના પ્રચાર-પ્રસાર અને જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે SOG શાખાના કુલદીપસિંહ સોઢા તથા નશાબંધી અને આબકારી વિભાગના સબ ઇન્સ્પેક્ટર ઝેડ. એફ. સિંધી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ નીતિઓ, કાયદાઓ, યોજનાઓ અને અભિયાનો વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. આ ઉપરાંત, વ્યસનથી થતા શારીરિક તથા સામાજિક નુકસાન અને બીમારીઓ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરી જાગૃત કરવામાં આવ્યા હતા, તેમજ તાલીમાર્થીઓને સમાજમાં અન્ય નાગરિકોને પણ વ્યસનમુક્તિ અંગે જાગ્રત કરવા પ્રોત્સાહિત કરાયા હતા.
કાર્યક્રમના ભાગરૂપે હાજર તાલીમાર્થીઓ માટે એક વિષયાનુકૂળ વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રથમ ત્રણ વિજેતાઓને પુરસ્કાર આપીને પ્રોત્સાહિત અને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતમાં, ઉપસ્થિત તમામ તાલીમાર્થીઓ અને સ્ટાફગણ દ્વારા વ્યસનમુક્તિ માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.ત્યારબાદ સમૂહ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું ઉત્સાહભેર સમાપન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના આચાર્ય આર. એસ. ત્રિવેદીની અધ્યક્ષતામાં સુચારુ રૂપે પૂર્ણ થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
