જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ ખાતે રૂ.૨૬ કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન 'ગર્લ્સ હોસ્ટેલ'નું ઈ-લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રી દ્વારા સંસ્થાની ૩૩૦ વિદ્યાર્થિનીઓ માટે ૧૬૫ રૂમ ધરાવતી સુવિધાસભર G+7 હોસ્ટેલની મળી ભેટ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અંતર્ગત કાર્યરત સરકારી ડેન્ટલ કોલેજ, જામનગર ખાતે વિદ્યાર્થિનીઓ માટે અંદાજે રૂ. ૨૬ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ અદ્યતન નવનિર્મિત ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડીંગનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દ હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ વિભાગના મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ આરોગ્ય વિભાગના ગાંધીનગર ખાતેના ઉચ્ચ અધિકારીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
વર્ષ ૧૯૯૧માં સ્થપાયેલી સરકારી ડેન્ટલ કોલેજ ખાતે હાલ સ્નાતકના ૧૨૫ તેમજ અનુસ્નાતકના વિદ્યાર્થીઓના અભ્યાસ અને એડમિશનને ધ્યાને રાખીને, જામનગર જિલ્લાના વરિષ્ઠ નેતાશ્રીઓના સઘન પ્રયાસોથી રાજ્ય સરકાર દ્વારા ગર્લ્સ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. કુલ ૧,૨૧,૧૮૧ ચોરસ ફૂટ ક્ષેત્રફળમાં પથરાયેલી G + 7 માળની આ આધુનિક બિલ્ડીંગમાં ૧૬૫ રૂમો બનાવવામાં આવ્યા છે, જેમાં ૩૩૦ વિદ્યાર્થિનીઓ રહી શકશે. આ હોસ્ટેલમાં દરેક રૂમમાં જરૂરી ફર્નિચર, બે હાઇ-સ્પીડ લિફ્ટ, સેન્ટ્રલ આર.ઓ. પ્લાન્ટ, સુસજ્જ મેશ, લોન્ડ્રી, વેટિંગ એરિયા, રેક્ટર ક્વાર્ટર, પાર્કિંગ તેમજ સુરક્ષા માટે અદ્યતન ફાયર સેફ્ટીની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
આ નવીન હોસ્ટેલથી વિદ્યાર્થિનીઓને સુરક્ષિત, સુવિધાયુક્ત અને શૈક્ષણિક વાતાવરણને અનુરૂપ આવાસ સુવિધા પ્રાપ્ત થશે, જે સંસ્થાના શૈક્ષણિક માળખાને વધુ મજબૂત બનાવવાની સાથે તબીબી શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે.
આ પ્રસંગે મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર પ્રાંત અધિકારી એસ.ડી.બારડ વગેરે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકારના માર્ગદર્શન અને સહયોગથી આકાર પામેલી આ આધુનિક ગર્લ્સ હોસ્ટેલ સરકારી ડેન્ટલ કોલેજ, જામનગરના શૈક્ષણિક વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બની રહેશે. કાર્યક્રમ અંતર્ગત સંસ્થાના ડીન ડો.નયના પટેલ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને તમામ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહેલા મહાનુભાવો તેમજ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજિયો પ્લેટફોર્મ્સ IPOએ 5 મોટા રેકોર્ડ બનાવ્યા, હવે લિસ્ટિંગ પર સૌની નજર
October 24, 2026 07:16 PMઅફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધ છંછેડવાની તૈયારીમાં પાકિસ્તાન, બલોચ ધરતીથી મુનીરનો નાપાક એક્શન શરૂ
October 24, 2026 07:13 PMઆવતા અઠવાડિયે 5 મોટી કંપનીઓના IPO ખુલશે, ચેક કરો GMP અને પ્રાઇસ બેન્ડ
October 24, 2026 06:54 PMઓગસ્ટની ટોચથી ચાંદીમાં 56,000 અને સોનામાં 23,000 ભાવ ઘટ્યો, જાણો શા માટે આટલી બધી ઉથલપાથલ મચી?
October 24, 2026 06:34 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
