જામનગરની શિક્ષણ સમિતિની ચૂંટણીમાં એકપણ ફોર્મ પરત ન ખેેંચાયું, ૧૨ ઉમેદવાર બિનહરીફ
તમામ સભ્યો શિક્ષિત હોય સમિતિની શાળાઓમાં શિક્ષણ સહીતની વ્યવસ્થા સુધરશે કે કેમ તે જોવાનું રહ્યું
ગેઝેટમાં સભ્યોના નામ પ્રસિઘ્ધ થયા બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની વિધિવત ઘોષણા કરવામાં આવશે
જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી ફોર્મ ભર્યા બાદથી જ બીનહરીફ થઇ હતી. કારણ કે, ૧૨ બેઠક માટે ૧૨ ફોર્મ જ ભરાયા હતાં. જો કે, ફોર્મ પરત ખેંચવાના અંતિમ દીવસે એકપણ ફોર્મ પાછું ન ખેંચાતા તમામ ૧૨ સભ્યોને વિધિવત રીતે બીનહરીફ જાહેર કરાયા હતાં. તમામ સભ્યો શિક્ષિત હોય સમિતિની શાળાઓમાં શિક્ષણ સહીતની વ્યવસ્થા સુધરશે કે કેમ તે જોવાનું રહ્યું. ગેઝેટમાં સભ્યોના નામ પ્રસિઘ્ધ થયા બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની વિધિવત ઘોષણા કરવામાં આવશે.
જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સિમિતિની ચૂંટણી મહાનગરપાલીકા દ્વારા તા.૯-૯-૨૦૨૬ના જાહેર કરવામાં આવી હતી. જે અનુસાર સમિતિની ૧૨ બેઠક માટે તા.૨૩-૯ના ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતાં. જો કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સભ્ય અને ચેરમેન બનવા માટે ભાજપમાં ઉમેદવારોનો રાફડો ફાટતા ૧૨૦થી વધુ દાવેદારો નોંધાયા હતાં. પરંતુ પ્રદેશ ભાજપમાંથી ગ્રેજયુએટ,પૂર્વ નગરસેવક ન હોવા સહીતની આકારા ધારાધોરણ આવતા અનેક મુરતિયાના સ્વપ્ન રોળાયા હતાં. જો કે, ફોર્મ ભરવાના દીવસે ૧૨ બેઠક માટે ૧૨ ફોર્મ ભરાતા ચૂંટણી ઔપચારીક રીતે બિનહરીફ થઇ હતી. ત્યારબાદ ચૂંટણીના જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર ૨ ઓકટોબરના ફોર્મ પરત ખેંચવાના અંતિમ દીવસે એક પણ ફોર્મ પરત ખેેંચાયું ન હતું.
આથી મેયર કાર્યાલયમાં તમામ ૧૨ સભ્યો કે જેમને ફોર્મ ભર્યા હોય તે તમામને બીનહરીફ જાહેર કરાયા હતાં. જેમાં સમિતિની એક અનામત બેઠક, મેટ્રીકયુલેશનની ૩ અને સામાન્ય આઠ બેઠક મળી કુલ ૧૨ બેઠક પર એક-એક ફોર્મ જ આવ્યું હતું. જેમાં અનામત બેઠક પર રોશીયા માધવીબેન(બીસીએ), મેટ્રીકયુલેશનની ૩ બેઠક પર હેમલ ચોટાઇ(બી.કોમ.એલએલબી), જય કડીવાર(સીવીલ એન્જીનીયર), હીરેન તખ્તાણી (બી.કોમ.એલએલબી,સેક્નડ યર),સામાન્ય ૮ બેઠક પર સોલાણી નીતીન (બી.કોમ. એલએલબી), હરેશ નંદા (બી.કોમ), દુષ્યંત સોલંકી (બી.કોમ), ડાકા નરભેરામ(એમએસસી), રીઘ્ધીબેન ડાભી (ટી.વાય.બીએ), રાહુલ મકવાણા (બી.એ.બીપીએડ), ધારા ભટ્ટ(એસ.વાય)નો સમાવેશ થાય છે. તમામ સભ્યોના નામ ગેઝેટમાં પ્રસિઘ્ધ થયા બાદ ચેરમેન, વાઇસ ચેરમેનની વિધિવત ઘોષણા કરાશે. જો કે, ચેરમેન અને વાઇસ ચેરમેનના નામ મહદઅંશે નકકી છે. અત્રે નોંધનીય છે કે, લાંબા સમય બાદ સમિતિના તમામ સભ્યો શિક્ષણ સમિતિના સભ્યો તરીકે શિક્ષિત ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે ત્યારે સમિતિની સરકારી શાળાઓમાં શિક્ષણ અને અન્ય વ્યવસ્થા સુધરશે કે કેમ તે જોવાનું રહ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
