જામનગર જિલ્લા પંચાયત ખાતે શિક્ષણ સમિતિની બેઠક યોજાઈ

  • August 19, 2026 12:11 PM 

જામનગર જિલ્લા પંચાયત ખાતે શિક્ષણ સમિતિની બેઠક યોજાઈ

જિલ્લા પંચાયત ખાતે આજરોજ શિક્ષણ સમિતિની બેઠક યોજાઈ હતી. શિક્ષણ સમિતિના ચેરમેન વર્ષાબેન માકડીયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિપુલ મહેતા સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન જિલ્લા શિક્ષણ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓની અમલવારી, શાળાકીય કામગીરી તથા જરૂરી શૈક્ષણિક મુદ્દાઓ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ, વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ અને ઉજ્જવળ ભવિષ્ય મળી રહે તે માટે અસરકારક આયોજન સાથે કામગીરી આગળ વધારવા અંગે જરૂરી માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવી હતી.

શાળાકીય વ્યવસ્થામાં ગુણવત્તાસભર સુધારા લાવવા તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપી શિક્ષણ ક્ષેત્રે વધુ સારા પરિણામો પ્રાપ્ત થાય તે દિશામાં સંકલિત પ્રયાસો કરવા અંગે બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application