જામનગર : લાલપુર તાલુકાના ​​​​​​​ખટિયા ગામ પાસે મગફળીનો ભૂસો ભરેલા આઈસરની પલટી: એકનું મોત

  • October 02, 2026 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર : લાલપુર તાલુકાના ​​​​​​​ખટિયા ગામ પાસે મગફળીનો ભૂસો ભરેલા આઈસરની પલટી: એકનું મોત

લાલપુર તાલુકાના ખટિયા ગામ નજીક ગઇકાલે બપોરના સુમારે મગફળીનો ભૂકો ભરીને જઈ રહેલું આઈસર વાહન પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક યુવકનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતું, જ્યારે ચારથી પાંચ વ્યક્તિને ઇજા થઇ હતી જેમાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ફરીયાદ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


કાલાવડ પંથકમાંથી મગફળીનો ભૂકો તથા ભૂસો આઈસર વાહનમાં ભરીને લઈ જવામાં આવી રહ્યો હતો. આઈસરમાં ડ્રાઈવર જુમાભાઈ ઉપરાંત અન્ય સાત જેટલા મજૂરો સવાર હતા. આઈસર ખટિયા ગામ નજીકથી પસાર થઈ રહ્યું હતું ત્યારે બપોરના સુમારે અચાનક પલટી મારી જતાં આઈસરમાં સવાર લોકો નીચે પટકાયા હતા.
​​​​​​​

અકસ્માતમાં ૩૦ વર્ષના એક યુવાનને ગંભીર ઇજા સબબ મૃત્યુ થયુ હતું જયારે તેના ભાઇને પણ ગંભીર ઇજા થઇ હતી જેને તાકીદે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરાંત ડ્રાઇવર અને બેઠેલા શ્રમિકોને નાની મોટી ઇજાઓ પહોચી હતી. અકસ્માતની જાણ થતાં લાલપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે તેમજ સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. આ મામલે ફરીયાદ  લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application