વાંકીયા ગામમાં વૃઘ્ધ દંપતિનો સજોડે આપઘાત

  • March 03, 2026 04:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકીયા ગામમાં વૃઘ્ધ દંપતિનો સજોડે આપઘાત


ધ્રોલ તાલુકાના વાંકીયા ગામમાં અરેરાટીજનક બનાવ સામે આવ્યો છે, જેમાં એક વૃઘ્ધ દંપતિએ બિમારીથી કંટાળી જઇને ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા આરોગી લેતા સારવારમાં ખસેડતા મૃત્યુ નિપજયા છે, આ બનાવના કારણે ગામમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.

હૃદયદ્રાવક બનાવની જાણવા મળતી વિગત મુજબ ધ્રોલ તાલુકાના વાંકીયા ગામમાં રહેતા દામજીભાઇ મુળજીભાઇ ભીમાણી (ઉ.વ.૭૦) તથા માનુબેન દામજીભાઇ ભીમાણી (ઉ.વ.૬૮) નામના દંપતિ ઘણા સમયથી શારીરીક તથા માનસીક રીતે બિમાર હોય અને તેઓની બંનેની દવા ચાલુ હતી.

દંપતિ આ બિમારીના કારણે કંટાળી જઇ ગઇકાલે ઘરે એકલા હોય એ દરમ્યાન બંનેએ પોતાની મેળે ઘરમાં પડેલ ઘઉંમાં નાખવાના ટીકડા પી લેતા સારવારમાં લઇ જવામાં આવેલ જયાં મૃત્યુ નિપજયુ હતું. 

આ બનાવ અંગે વાંકીયા ગામમાં રહેતા વેપાર કરતા મયંક મગનભાઇ ભિમાણી દ્વારા ધ્રોલ પોલીસમાં જાણ કરવામાં આવી હતી જેના આધારે પોલીસ ટુકડી દોડી ગઇ હતી અને વિગતો જાણીને વધુ તપાસ હાથ ધરી હતી.

વધુમાં જાણવા મળેલી વિગત મુજબ સામાન્ય પરિવારના દામજીભાઇને કેન્સરની બિમારી હતી, પરિવારમાં પત્ની ઉપરાંત બે પુત્રો જેમાં એક મુંગો અને બીજો દિકરો એક કેબીન ચલાવે છે વૃઘ્ધ દંપતિ ઘણા સમયથી બિમાર હોય જેના કારણે ચિંતામાં રહેતા હોય બીજી બાજુ આર્થિક રીતે પણ પરિસ્થીતી નબળી હોય દરમ્યાનમાં પગલુ ભરી લેતા નાના એવા ગામમાં અને ધ્રોલ પંથકમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી છે. 

​​​​​​​
વાંકીયા ગામમાં વૃઘ્ધ દંપતિનો સજોડે આપઘાત ધ્રોલ તાલુકાના વાંકીયા ગામમાં અરેરાટીજન

વાંકીયા ગામમાં વૃઘ્ધ દંપતિનો સજોડે આપઘાત






ધ્રોલ તાલુકાના વાંકીયા ગામમાં અરેરાટીજન




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News