જામ્યુકોની જન્મ-મરણ શાખાના કર્મચારીના મોત પ્રકરણમાં વ્યાજના ચક્રની આશંકા
એક ડઝન જેટલાના નામવાળો કાગળ ફરતો હોવાની ચર્ચા : આ મામલે પોલીસ દ્વારા કરાતી તપાસ
જામ્યુકોની જન્મ-મરણ શાખાના કર્મચારીનો તળાવમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી, આ પ્રકરણમાં પોલીસ દ્વારા અગાઉ નિવેદનો લેવામાં આવ્યા હતા જેમાં કોઇ ખાસ વિગતો સામે આવી ન હતી, બીજી બાજુ કયા સંજોગોમાં અને કયા કારણસર આપઘાત કર્યો એ દિશામાં તપાસ ચાલી રહી છે, દરમ્યાનમાં એક કથિત સ્યુસાઇડનોટ ફરી રહી છે અને તેમાં કેટલાક નામ હોવાની ચર્ચાઓએ જોર પકડતા આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
જામ્યુકોના જન્મ-મરણ શાખાના કર્મચારી હસમુખભાઇ પુરબીયાનો નાઘેડી પાસેના તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો હતો, એ વખતે દેવું થઇ જતા આપઘાત કર્યાની વિગતો સામે આવી હતી, જો કે સત્તાવાર રીતે કોઇ વિગતો બહાર આવી ન હતી, પંચકોશી-બી દ્વારા આ બનાવમાં તપાસ ચલાવવામાં આવી રહી છે, અગાઉ મૃતકના બંને પુત્રો સહિતનાઓના નિવેદનો લેવામાં આવ્યા હતા જેમાં પણ મૃત્યુ પાછળનું ચોકકસ કારણ કે કોઇ નામ દર્શાવવામાં આવ્યા ન હતા.
આ પ્રકરણમાં નાણાંકીય લેતી દેતી અને કથિત વ્યાજના વ્યવહારોનો મુદ્દો ચર્ચામાં આવતા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે, એવી પણ ચર્ચાઓ થઇ રહી છે કે કથિત સ્યુસાઇડનોટમાં એક મહિલા સહિત ડઝન જેટલા વ્યકિતઓ સામે નાણાંકીય લેતી દેતીની વિગતોનો ઉલ્લેખ કરાયો છે જો કે આ કથિત કાગળ પોલીસ પાસે પહોચ્યો નથી અને હાલ તો જો અને તો જેવી ચર્ચાઓ થઇ રહી છે, સત્તાવાર કોઇ કડી સાંપડી નથી માત્ર આશંકાઓ બાબતની ચર્ચાઓએ જોર પકડયું છે. હાલ ચર્ચાતી વિગતોની સત્યતા શું ? અને સબંધીત વ્યકિતઓની ભૂમિકા અંગે તપાસ પુર્ણ થયા બાદ વિગતો સ્પષ્ટ થશે હાલ આ પ્રકરણમાં સત્તાવાર રીતે કોઇ નામો સામે આવ્યા નથી થઇ રહેલી ચર્ચા સબંધે જુદા જુદા પાસાઓ ચકાસવામાં આવી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે છે ગુડ ન્યૂઝ: DAમાં 3%નો વધારાની શક્યતા
October 16, 2026 06:07 PMનીતિશ કુમાર સાથે રહીને મેં નવ લોકોની હત્યા કરાવીઃ JDU ધારાસભ્યના નિવેદનથી ખળભળાટ
October 16, 2026 05:58 PMરિલાયન્સના કર્મીઓને 15 દિવસ પહેલા પગાર, મુકેશ અંબાણીએ જિયો IPO પર લગાવ્યો મોટો દાવ
October 16, 2026 05:12 PMજામનગર શહેરના પોશ એરીયાના પેન્ટ હાઉસના માલીક સામે અદાલતની લાલ આંખ
October 16, 2026 05:05 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
