જામનગરમાં આઇએલઆર કચેરીના વર્ગ-૩ના કર્મીઓ સામૂહીક રજા પર, કામગીરી ઠપ્પ
વિરોધ:પડતર ગ્રેડ-પેની માંગણી ન સંતોષાતા કર્મચારીઓનું ઉગ્ર બનતું આંદોલન, સોમવારથી અચોકકસ મુદતની હડતાળની ચિમકી
શહેર-જિલ્લાની કચેરીમાં જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ, રી-સર્વે સહીતની મહત્વની કામગીરી ખોરંભે ચડતા અરજદારોમાં ભારે દેકારો
જામનગરમાં આઇએલઆર કચેરીના વર્ગ-૩ના કર્મચારીઓ શનિવારે માસ સીએલ એટલે કે સામૂહીક રજા પર જતાં કામગીરી ઠપ્પ થઇ ગઇ હતી. પડતર ગ્રેડ-પે સહીતની માંગણી ન સંતોષાતા કર્મચારીઓ દ્વારા આંદોલનનું રણશીંગુ ફૂંકવામાં આવ્યું છે. આટલું જ નહીં સોમવારથી અચોકકસ મુદતની હડતાલની ચિમકી પણ ઉચ્ચારી છે. આઇએલઆર કચેરીના વર્ગ-૩ના કર્મચારીઓ માસ સીએલ પર જતાં શહેર-જિલ્લાની કચેરીમાં જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ, રી-સર્વે સહીતની મહત્વની કામગીરી ખોરંભે ચડતા દેકારો બોલી ગયો છે.
જામનગર સહીત રાજયભરમાં ઇન્સપેકટર ઓફ લેન્ડ રેકર્ડ એટલે કે આઇએલઆર કચેરીના વર્ગ-૩ના કર્મચારીઓ દ્વારા ગ્રેડ-પેની માંગણી સાથે આંદોલનનું રણશીંગુ ફૂંકવામાં આવ્યું છે. જે અંતર્ગત તા.૧૧-૮ થી ૧૦-૯ દરમ્યાન આવેદન પત્ર પાઠવી ૩૦ દીવસમાં આ પ્રશ્ર્નનું નિરાકરણ કરવા માંગણી કરી હતી. આમ છતાં પ્રશ્ર્નનો ઉકેલ ન આવતા તા.૧૧-૯ થી ૧૮-૯ સુધી કચેરીમાં હાજર રહી પેનડાઉન કરી તમામ પ્રકારની કામગીરી બંધ કરી વિરોધ દર્શાવામાં આવ્યો હતો. પરંતુ આમ છતાં સરકાર અને વડી કચેરી દ્વારા કોઇ નિર્ણય કરવામાં ન આવતા રાજ્યવ્યાપી લેવાયેલા નિર્ણય અનુસાર આજરોજ જામનગર શહેર-જિલ્લામાં કાર્યરત આઇએલઆર કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-૩ના ૬૭ કર્મચારીઓએ માસ સીએલ એટલે કે સામૂહીક રજા પાડી હતી. આથી શહેર-જિલ્લાની તમામ આઇએલઆર કચેરીમાં જમીન માપણી, રી-સર્વે, પ્રોપર્ટી કાર્ડ, દીશા અને પ્લોટ માપણી, રીમાન્ડ અને હકકચોકસીના કેસ સહીતની મહત્વની કામગીરી બંધ રહી હતી. આથી અરજદારો અને ખેડૂતોમાં ભારે દેકારો બોલી ગયો છે. આટલું જ નહીં જો પ્રશ્ર્નોનો ઉકેલ નહીં આવે તો સોમવારથી વર્ગ-૩ના કર્મચારીઓએ અચોકકસ મુદતની હડતાળની ચિમકી ઉચ્ચારી છે. આથી જો આઇએલઆર કચેરીના વર્ગ-૩ના કર્મચારીઓ સોમવારથી અચોકકસ મુદતની હડતાળ પર જશે તો કચેરીમાં મહત્વની કામગીરી બંધ થતાં ખેડૂતો, પક્ષકારો અને અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે તેમાં બેમત નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
